આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હોથલ
૪૧
 

અને મોતીડાનાં આદરમાનની આશા કરનાર આ લાડકડા કુંવરને શેરીઓના સૂનકાર ખાવા ધાય છે. માણસોનાં મોઢાં નિસ્તેજ થઈ ગયાં છે. ઘરેઘરને ઓટલે એ બેસવા જાય છે ત્યાં ઘરધણીઓ કૂતરાની જેમ હુડકારે છે.

"કોઈ એકાંતેય મારું નામ સંભારે છે?” ઘરેઘરની પછીતે ઓઢાએ કાન માંડ્યા. પોતાના નામનો મીઠો સખુન કોઈના મોંમાંથી સંભળાતો નથી. કિયોરની ભૂમિ ઉપરથી ઓઢાના ગુણ વીસરાયા છે. વાહ ! વાહ સમય ! હું થાપ ખાઈ જાત. ડાહી હોથલે ભલો ચેતવ્યો. ત્યાં તો —

“બાપ ઓઢાણ્ય ! બા.. પો ઓઢા...ણ્ય ! બે.. .ટા ઓઢાણ્ય !” એવો અવાજ આવ્યો. એક ભીંત પછવાડે એ ચમકી ઊભો રહ્યો. ઓરડાની ફળીમાં પોતાના નામને આ કોણા લાડ લડાવી રહ્યું છે? પાછો અવાજ આવ્યો —

“બાપ ઓઢાણ્ય ! તારા નામેરી જેવી જ તું હઠીલી કે બાપ ! અધરાત સુધી વટકીને કાં ઊભી છો, બાપ ! લે, હવે તો પ્રાસવ્ય !”

ઓઢાના અંતરનો મે’રામણ ઊછળ્યો. ઓઢાને સમજ પડી. “આ તો મારો ચારણ. એને મેં દીધેલી ભેંસની પાડીનું એણે ‘ઓઢાણ્ય’ નામ પાડ્યું લાગે છે.”

ત્યાં તો ફળિયામાં ભેંસે પ્રાસવ્યો મેલ્યો અને ચારણે સાદ કર્યો :

"હાં ચારણ્ય ! તાંબડી લાવ્ય. ઓઢાણ્યને ઠપકો લાગ્યો, ઠપકો લાગ્યો. ઝટ તાંબડી લાવ્ય.”

તાંબડીમાં દૂધની શેડો ગજવા લાગી, અને દોહતો દોહતો ચારણ વાહ ઓઢા ! વાહ ઓઢા ! વાહ ઓઢા તારા નામને !” — એમ પોરસ દેતો ગયો.

પછવાડે ઊભેલો પરદેશી પ્રેમને આંસુડે પોતાનાં નેત્રો