આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શેકાતો અને રાત્રિનાં તોફાનોમાં પીડાતો અબોલ બની પડ્યો રહ્યો. પહાડની ગુફાઓમાં વસતાં જે ગરુડો અને ગીધો એના દેહમાંથી માંસના લોચા તોડી તોડી ભક્ષ કરતાં હતાં તેને બંદીવાને ચુપચાપ પોતાનું શરીર ખાવા દીધું, પણ વેદનાના ચિત્કાર કરીને પોતાનો માનવપ્રતાપ લજાવા ન દીધે. ××× હજારો વર્ષ પૂર્વેનો એ વીર પ્રોમિથિયસને યાદ કરાવનાર, સો વર્ષ પૂર્વેનો સોરઠી માનવ માણસિયો વાળો આજે આ પુસ્તકમાં રજૂ થાય છે. પિત્રાઈઓને પાપે કોઠા પર પુરાયેલા એ માણસિયાએ સ્વહસ્તે પોતાના સાથળ કાપીને સમળીને ઉજાણી જમાડી દેહ પાડી નાખ્યો.


તોપોના મુખમાં

'ચાર્જ ઑફ ધ લાઈટ બ્રિગેડ' — ટેનિસન કવિનું લખેલું રણગીત એકેએક વિદ્યાર્થીના કાનમાં ગાજે છે:

Half a league ! Half a league !
Half a league ! Onward !
Into the Valley of death
Rode the six hundred !

અને એ પંક્તિઓ ઉચ્ચારતાં તો રોમાંચ થાય છે. કોણ હતા એ 'છસો શુરવીરો’? એ અંગ્રેજ સૈન્યના અસવારો હતા. અને એ યુરોપની રણભૂમિ હતી. સામે હતું રશિયાનું પ્રચંડ લશ્કર. અંગ્રેજો પાસે એક પણ તોપ ન મળે, અને શત્રુઓની પાસે સમર્થ તોપખાનું. અંગ્રેજ સેનાપતિનો આદેશ મળ્યો કે 'ઑનવર્ડ !' — અરે, ક્યાં ? શત્રુઓની ધૂંવાધાર તોપો સામે, મૃત્યુના જડબામાં — into the jaws of Death! અને ‘ઑનવર્ડ'ને ઉચ્ચાર સાંભળતાં તે છસો વીર અક્કેક ઉધાડી તલવારે દોડ્યા. રશિયાઈ તોપખાનાને એના ગોળાઓના વરસાદ વચ્ચે જઈને તારાજ કર્યું. છસોયે વીર વીંધાઈ ગયા. એના પરાક્રમ પર અંગ્રેજ કવિવર ટેનિસનને પ્રાણ ફિદા થશે અને એ પ્રાણમાંથી અમર વીર-કાવ્ય સરજાયું. બ્રિટનનાં બાળકો એ ગીતમાંથી બલિદાનના મંત્રો રટે છે. × × × અને સોરઠનો બાળક શું પોતાના

10