આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેહના ચૂરા
139
 

અને પાછી ઘેર વળાવી.

ત્યાર પછી રાણો વાંગર ડોળિયામાં ચાલ્યો ગયો ને કુંવર વગેરે સહુ ભેરાઈ ગયાં. કુંવરે રાણાને કહેવરાવ્યું: “ભાઈ, હવે અહીં આવીને તું રહે, તો મારું કાળજું ઠરે.”

રાણાએ જવાબ કહાવ્યો :

આછર પાણી આંબડે, ચરવા કંકોળેળ કાસ,
મેયુંને નો મેલાવીએં, ડોળેસરનો વાસ.

[હે બહેન, આ ડોળિયા ગામમાં આંબડા કુવાનાં મીઠાં પાણી અને ચરવા માટે મીઠું ઘાસ; એવું પ્યારું સ્થાન છોડાવીને હું ભેંસોને દુઃખ નહિ દઉં. વળી.]

મેયું, દાદર ને માછલાં, (એને) પાણી હુંદો પ્યાર,
રાણો કે' રેઢાં ન મેલીએ, જેને અમૃત તણા આહાર.

[ભેંસો, દેડકાં અને માછલાં : એ ત્રણેયને પાણી સાથે જ પ્રીતિ હોય છે. માટે એવાં પ્રાણીઓ જેને અમૃતનો જ આહાર છે તેને રેઢાં ન મેલાય.]

🐦🙕❀🐦🙕❀🐦