આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મલુવા
177
 

કાજીએ ગામની કૂટણીને બોલાવી. ધનદોલતની લાલચ દેવા એને મલુવા પાસે મોકલી:

તારાય ગાંથિયા તાર, દિયામ ગલાર માલા,
દેખિયા તાહાર રૂપ, હોઈયાછિ પાગલા.

[હે કૂટણી ! જઈને કહેજે કે આકાશના તારા પરોવીને હું તારા ગળામાં માળા પહેરાવીશ. તારું રૂપ નીરખીને હું એવો પાગલ બન્યો છું.]

તળાવડીના ઘાટ ઉપર મલુવાને એકલી દેખીને કૂટણીએ કાજીની લાલચો ઠલવી. પહેલી વાર તો ડરીને મલુવા નાસી છૂટી, પણ બીજી વાર જ્યારે કૂટણી એને ફોસલાવવા આવી ત્યારે રોષ કરીને મલુવા બોલી:

સ્વામી મોર ઘરે નાઇ. કિ બોલિબામ તોરે;
થાકિલે મારિતામ ઝાંટા, તોર પાક્‌ના શિરે.

[આજ મારો સ્વામી નથી, એટલે તને શું કહું? નહિ તો હું તારા ધોળા માથા ઉપર સાવરણીના માર મારત].

કાજીરે કહિઓ કથા, નાહિ ચાઇ આમિ,
રાજાર દોસર સેઈ, આમાર સોવામી.

[કહેજે તારા કાજીને કે એની માગણી મારે નથી ખપતી. મારે તો મારો સ્વામી પોતે જ રાજા બરોબર છે.]

આમાર સોવામી શે જે પર્વતેર ચૂડા;
આમાર સોવામી જેમુન; રણ દૌડેર ઘોડા.

[મારો સ્વામી તો મારે મન પહાડના શિખર સમો છે. રણસંગ્રામમાં ઘૂમતા ઘોડા સમાન છે.]

આમાર સોવામી જેમુન, આસમાનેર ચાન;
ના હોય દુશ્મન કાજી નઉખેર સમાન.

[મારો સ્વામી તો આકાશના ચાંદ સરીખો છે. પીટ્યો કાજી તો એના નખ બરોબર પણ નથી.]

કૂટણીએ જઈને મલુવાનાં વેણ કાજીને કહી સંભળાવ્યાં. કાજીનો કોપ ભભૂકી ઊઠ્યો. એણે વેર લેવા માટે ચાંદવિનોદ ઉપર હુકમ લખ્યો કે તું