આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
8
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

 ચક્કર જેવા બે ભાઈઓ બહેનના ખોળામાં ઘુઘવાટ કરવા લાગ્યા; અને હીરની દોરીએ હીંચોળતી બહેનને હાલરડાં ગાતી. ભાયાતોએ સાંભળી.

રાત ને દિવસ બહેન તો પોતાના ભાઈઓને નવરાવવા-ધોવરાવવામાં, ખવરાવવા-પિવરાવવામાં ને એનાં બાળોતિયાં સાફ કરવામાં તલ્લીન બની ગઈ છે.

એમ કરતાં તો ત્રણ વરસની રૂંઝ્યો વળી ગઈ અને ચોથે વરસે સીમાડા ઉપર ખેપટ ઊડતી દેખાણી. જોતજોતામાં કોઈ રોઝી ઘોડીનો અસવાર ઝાંપામાં દાખલ થયો. ગામની પનિહારીઓ ઠાલાં બેડાં લઈ ને દરબારગઢમાં દોડી: “બા, વધામણી ! ધાધલ આવી પહોંચ્યા છે !”

આવીને કાઠીએ ઘરાણાં-રૂપિયાની પોટલી પડતી મેલી.