આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમો ગરણિયો
61
 

 પાલીતાણા ઠાકોર પ્રતાપસંગજીના એ સાળા થતા હતા : માથા ઉપર ત્રણ મલોખાં મેલીને ફગ બાંધતા હતા. (‘ફગ’ એ જૂના જમાનાની પાઘડી હતી) એના ભુજબળની ખ્યાતિ આખી સરવૈયાવાડમાં પથરાઈ ગઈ હતી. મેડી ઉપર જઈને એણે દરબારને હિંમત દીધી : “શેત્રુંજાના ધણી કચારીએ કસુંબા પીવા ન આવે એ રૂડું ન દેખાય, દરબાર ! અને, એમાં ભોંઠામણ શું છે ?”

“પણ, વાળા ઠાકોર, માળો એક આયર નરપલાઈ કરી ગયો !”

“અરે, સાંજે એના કાતર્યામાં ધૂળ ભરશું. આયરડું શું –”

“રંગ, વાળા ઠાકોર !” કહેતાં દરબારને સ્ફૂર્તિ આવી. પણ તરત પાછો ગરણિયો નજરે તરવા માંડ્યો, અને બોલ્યા : “પણ વાળા ઠાકોર ! સાતપડે જાવા જેવું નથી, હો ! આયર બહુ કોબાડ માણસ છે, બહુ વસમો છે.”

“હવે દોથા જેટલો છે ને ?”

“અરે, રંગ ! વાળા ઠાકોર ! પણ વાળા ઠાકોર, ઈ તરવાર લ્યે છે ત્યારે તાડ જેવો લાગે છે હો ! જાળવો તો ઠીક.”

“તાડ જેવડો છે કે કાંઈ નાનોમોટો, એ હું હમણાં માપી આવું છું. દરબાર, તમતમારે લહેરથી કસુંબો પીઓ. બાકી એમ રોયે રાજ નહિ થાય.”

દોઢસો અસવારે શામળો ભા સાતપડાને માથે ચડ્યા. ઢોર વાંભવાની વેળા થઈ ત્યારે સીમમાં આવી ઊભા રહ્યા. ગોવાળને હાકલ દીધી : “એલા આયડું ! કયા ગામનો માલ છે ?”

“બાપુ, સાતપડાનો.”

“હાંક્ય મોઢા આગળ, નીકર ભાલે પરોવી લઉં છું.”

“એ હાંકું છું, બાપા ! હું તો તમારો વાછરવેલિયો કે’વાઉં.” એમ કહીને ગોવાળે ગાયોભેંસો ઘોળીને પાલીતાણાને માર્ગે ચડાવી. મોખરે માલ ને વાંસે શામળા ભાની સેના.

ધ્રસાંગ ! ધસાંગ ! ધસાંગ ! સાતપડે ઢોલ થયો. પાલીતાણાની વાર સાતપડાનાં ધણ તગડી જાય છે, એમ વાવડ પહોંચ્યા. પણ આયરો બધા