આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એભલ વાળા પાસે જઇને એણે સવાલ કર્યો:”રજપૂત, હું માગું તે દેશો? તમે તો દાનેશ્વરી ચાંપારાજના પિતા છો.”

એભલ વાળો બોલ્યો :”ભલે બારોટ !પણ જોઇ વિચારીને માગજો, હાં !”

બારોટ કહે :” બાપા, તમને પોતાને જ માંગું છું .”

એભલ વાળાને અચંબો લાગ્યો. એ બોલ્ય : “બારોટ, હું તો બુઢ્ઢો છું, મને લઇને તું શું કરવાનો હતો? મારી ચાકરી તારાથી શી રીતે થશે ?તેં આ કઇ રીતની માગણી કરી ?”

બારોટે તો પ્તાની માગણી બદલી નહિ, એટલે એ વૃદ્ધ દરબાર પોતાનું રાજપાટ ચાંપારાજથી નાનેર દીકરાને ભળાવીને બારોટની સાથે ચાલી નીકળ્ય.

રસ્તે જતાં દરબારે પૂછ્યું : “હેં બારોટ ! સાચેસાચું કહેજો; આવી વિચિત્ર માગણી શા માટે કરી ?”

બારોટે હસીને કહ્યું :”બાપ મારવાડમાં તેડી જઇને મારે તમને પરણાવવા છે.”

એભલ વાળા હસી પડ્યા ને બોલ્યા:

”અરે ગાંડા, આ તું શું કહે છે? આટલી ઉંમરે મને મારવાડમાં લઇ જઇને પરણાવવાનું કાંઇ કારણ?”

બારોટ કહે:” કારન તો એ જ કે મારે મારવાડમાં ચાંપારાજ વાળા જેવો વીરનર જન્માવવો છે, દરબાર !”

એભલ વાળાએ બારોતનો હાથ ઝાલીને પૂછ્યું:”પન બારોટ, તારી મારવાડમાં ચાંપારાજની મા મીનલદેવી જેવી કોઇ જદશે કે ? ચાંપારાજ કોને પેટે અવતરશે ?”

“કેવી મા ?”

“સાંભળ ત્યારે. જે વખતે ચાંપારાજ માત્ર છ મહિનાનું બાળક હતો તે વખતે હું એક દિવસ રણવાસમાં જઇ ચડેલો. પારણામાં ચાંપરાજ સૂતો સૂતો રમે છે. એની માની સાથે વાત કરતાં કરતાં મારાથી જરક અડપલું થઇ ગયું .ચાંપરાજની મા બોલ્યાં: હાં,હાં, ચાંપરાજ દેખે છે, હાં!”

“હું હસીને બોલ્યો : ‘જા રે ગાંડી. ચાંપરાજ છ મહિનાનું બાળક શું