આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"પણ જેસા ગઢવી! એક રોણકી દીધે જીવની હોશ પૂરી થાતી નથી. અંતરમા કાવ્યની છોળ્યું આવે છે."

એમ કહી ઠાકોરે 'કટારીનું કીર્તન" પરબારું જીભેથી ઉપાડ્યું. શબ્દો આપોઆપ આવતા ગયા અને રૂડી રચના બંધાતી ગઈઃ

[ગીત- સપાખરું]

ભલી વેંડારી કટારી, લાંગ! એના દી ફળાકા ભાણ!
સંભારી ક્યારી માંહી હોવ'તે સંગ્રામ.
હેમજરી નીસરી વનારી શાત્રવાંકા હોયા
અજાબીઆ માગે થારી દોધારી ઇનામ!

[યુધ્ધકાળમાં આતિ સમર્થ લાંગા! આટલા દિવસ તે કમરમાં કટારી બાંધી એ આજે સાર્થક થયું. આજ બરાબર સંગ્રામ વખતે જ એનેતેં ઠીક યાદ કરી. શત્રુનું હૃદય ચીરીને સોંસરી બહાર નીકળીને તારી અજબ સુવર્ણ જડિત બેધારી કટારી કેમ જાણે પોતાના પરાક્રમનું ઈનામ માગતી હોય એવો દેખાવ થયો.]

પઢ્ઢી અઢ્ઢી આખરાંકી જમ્મદઢ્ઢી કઢ્ઢા પાર
ધ્રસઢ્ઢી શાત્રવાં હૈયે રાખવા ધરમ.
બંબોળી રતમ્માં થકી કંકાળી શી કઢ્ઢી બા'ર
હોળી રમી પાદશારી નીસરી હરમ!

[તારી કટારી કેવી! જાણે અઢી અક્ષરનો મારણમંત્ર! [૧]

જાણે જમની દાઢ! તારો સ્વામીધર્મ સાચવવા તેં અને શત્રુની છાતીમા ઘોંચીને આરપાર કાઢી.અને પછી જ્યારે લાલ લોહીથી તરબોળ બનાવીને તેં એને પાછી બહાર કાઢી, ત્યારે એ કેવી દીસતી હતી? જાણે હોળી રમીને લાલ રંગમાં તરબોળ બનેલી બાદશાહની કોઈ હુરમની કળી!]

આષાઢી બીજલી જાણે ઊતરી શી અણી બેરે,
મણિ હીરાકણી જડી નખારે સમ્રાથ;


  1. એ શંકરનો મહામંત્ર કહેવાય છે. એ મંત્ર 'ચંડીજી'માં છે. એના બળથી ગમે તે માણસને મારી નાખી શકાય એવું માનવામાં આવે છે.