આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દિવસે વળી અરુચિ થઈ આવે.

ત્રણ ટંક બધાને જમાડતા, બહુ સારી રીતે નોકરચાકરની બરદાસ રાખતા, કોઈ પણ ડેલીએ આવે તેને ગમે તેટલા દૂધ-ઘી જમાડતા. પ્ણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છૂટથી એ વસ્તુઓ જમી શક્યા નહિ. થોડું થોડું જમી શક્તા. તેવા દિવસોમાં પણ થાળી આવે કે ઘણી વાર સુધી એક નજરે જોઈ રહે. આંકહમાં ક્યારેક ક્યારેક ઝલહળિયાં આવી જાય અને ' ગીગેવ! ગીગેવ!' કહી,, આપા ગીગાનું સ્મરણ કરી ધીમે ધીમે થોડું ઘણું જમે.

સાત દીકરા થયા. બધા નાની વયમાં જ ગયા. કોઈ બબ્બે ત્રણ-ત્રણ તો કોઈ પાંચ વરસના થઈ મર્યા. છેવટે સિત્તેર વરસની આવરદા ભોગવી દરબાર નિર્વંશ ગયા.

લોકો કહે છે :' એને ધા લાગી ગઈ!'

𓅨❀☘𓅨❀☘