આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧

રા' નવઘણ

લાડથી બાળકની દાઢી ખેંચી. ધાવતો બાળક ત્રાંસી નજરે આ પડછંદ આહીરાણી માના મલકતા મોં સામે જોઈ રહ્યો. "તું તો માના ઓદરમાંથી નીકળતો'તો જ કયાં ! તુંને ખબર છે ? તારી અપરમાયુંએ કામણટૂમણ કરાવેલાં. જતિએ મંત્રી દીધેલ અડદના પૂતળાને બહારનો વા લાગે તો તું બા'ર નીકળ ને ! પૂતળું ભેાંમાં ભંડારેલ, ત્યાં સુધી તું યે માના પેટમાં પુરાયલ : પછી તો તારી જનેતાને આ કપટની જાણ થઈ. એણેય સામાં કપટ કર્યા. ખોટેખેાટો પડો વજડાવ્યો કે રાજમાતાને તો છૂટકો થઈ ગયો. હૈયાફૂટી અપરમાયું તો દોડી ગઈ પૂતળું તપાસવા. ભેામાં ભડારેલ માટલી ઉપાડીને જોયું, ત્યાં તો હે દોંગા ! એના મંતરજંતર બધા ધૂળ મળી ગયા ને તું સાચેસાચ અવતરી ચૂકયો. સાંભળ્યું મારા મેાભી ? "

કેાઈ ન સાંભળે તેવી રીતે ધીરી ધીરી વાત કહેતી ને કાલીકાલી બનતી માતાએ બાળકના ગાલ આમળ્યા. બાળકના પેટમાં ઠારક વળી કે તરત એના હાથપગ ઉછાળા મારવા લાગ્યા. એણે પોતાની સામેના થાન પર ધીંગા આહીરપુત્ર વાહણને ધાવતા દીઠો. ઝોંટાઈને સામે પડેલી ધાવવા સારુ પાછી વલખાં મારતી આહીરની દીકરીને દીઠી. ત્રણે છોકરાં એકબીજા સામે ટીકી રહ્યાં. ત્રણે જણાં ઘુઘવાટા ક૨તાં લાગ્યાં.

પાંચેક વરસની અવધ વટી ગઈ હતી. વાહણ, નવઘણ અને જાહલ માને ખોળે મૂકીને ફળીમાં રમતાં થયાં છે. ત્રણે છોકરાં શેરીમાં અને આંગણામાં ધમાચકડી મચાવે છે. નવઘણનાં નૂરતેજ અજવાળિયાના ચાંદા જેવાં ચડી રહ્યાં છે. એમાં એક દિવસ સાંજે આલિદર ગામને સીમાડે ખેપટની