આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એક તેતરને કારણે

૫૭

દેવજી ઉપર એટલી બધી જામી ગયેલી કે એના વિના ખાવું ન ભાવે. આ રાજપ્રીતિ વઢવાણના દરબારી નોકરોથી નહોતી ખમાતી. લખધીરજીના પગ કાઢવા માટે વાઘેલાએાએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી હતી.

રાણીને હાડોહાડ વ્યાપી ગઈ કે નક્કી રાંડ શોક્ય આવશે. એનાં રૂંવાડાં સડસડ બળવા લાગ્યાં. એનું પિયર સાયલે હતું. પિયરિયાં ચભાડ જાતનાં રજપૂત હતાં. પોતાના ભાઈભત્રીજાને બોલાવી કાળી નાગણ જેવી રાણી ફૂફાડી ઊઠી : “મારું ચલણ છે ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાણમાંથી ખાવા પામો છે. રાજા નવી લાવશે એટલે તમારો પગદંડો પણ આંહીંથી નીકળી જશે. માટે મારા ભાઈએા હો તો જાઓ, એ કાળમુખા રજપૂતોના લબાચા વીંખી નાખે, અને મારી-મારીને પાછા પારકરને રસ્તેા પકડાવો.”

જંગલ તેતર ઊડિયો, આવ્યો રાજદુવાર,

ચભાડ સહુ ઘોડે ચડયા, બાંધી ઊભા બાર.

“તેતર ઘવાણો, બરાબર ઘવાણો !” તીરંદાજોએ ચાસકા કર્યા. 'કિયો ! કિયો ! કિયો !' એવી કિકિયારી કરતું એક નાનું તેતર પક્ષી પાંખો ફફડાવી રહ્યું. પાંખ તૂટી પડવાથી ઊડી શકતું નથી. પગ સાબૂત છે તેથી દોટાદોટ કરવા લાગ્યું. વનનાં બીજા પક્ષીએાએ કળેળાટ મચાવી મૂકયો.

“હા, હવે ધ્યાન રાખજો, ભાઈઓ ! જોજો. તેતર બીજે જાય નહિ. હાંકો આ પરમારેાના ઉચાળામાં, કજિયો જગાવવાનું બરાબર બહાનું જડશે.”

એમ બોલતાં એ સાયલા ગામના ચભાડ તીરંદાજોએ