આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની ૨સધા૨: ૨

૧૧૮

પણ આ બેલડી દેખીને મારું અરધું હૈયું ભાંગી ગયું.

“પછી ગુરુએ ગોરાણીને વાત કહી. કહ્યું' કે : “ગેારાણી! દરબારમાં એક મરુધરનો ચારણ આવેલ છે. શું એની વિદ્યાનાં વખાણ કરું ? એનાં કવિત-છન્દો સાંભળી મારા ઉરનાં કપાટ તૂટી પડે છે. પણ હાય રે હાય ! ગોરાણી ! એવો રિદ્ધિવંત જુવાન કવિતાને મૃત્યુ-લોકના માનવી ઉપર ઢોળે છે, લક્ષ્મીની લાલચે રાજાનાં ગુણગાનમાં વાપરે છે, એ દેખીને મારો આત્મા ઘવાય છે. અહોહો ! એ વાણી જે જગત્પતિનાં ગુણગાનમાં વળે તો ! તો એ કવિતાથી ચોરાશીના ફેરા તો પતી જાય, ને જગતમાંયે પ્રભુભક્તિની પરમ કવિતા રચાઈ જાય. ગોરાણી ! એના હરેક કાવ્યથી સભા થંભે છે. રાજા રાવળ જામની છાતી ફાટે છે, રાજા મારી સામે જોવે છે, હું અસંતોષથી ડોકું ધુણાવું છું, મારા મોળા મતને લીધે રાજાની મોજ મારી જાય છે. ને જુવાન ચારણ મારા ઉપર બળીજળી જાય છે. હું એને દુશ્મન દેખાતો હોઈશ; પણ ગોરાણી ! મારા મનની કોણ જાણે ? હું તો આવી રસનાને અધમ રાજસ્તુતિમાંથી કાઢીને ઈશ્વરભક્તિમાં વાળવા મથું છું.'

"બાપ સાંગા ! પીતામ્બર ગુરુનું આવું કથન સાંભળતાં જ મારાં ગાત્રો ગળી ગયાં. હું ન રહી શકયો. તુલસીની મંજરિયાળી ઘટામાંથી બહાર નીકળીને મેં દોટ દઈ તલવાર પીતામ્બર ગુરુને ચરણે ધરી. એમના ખોળામાં માથું ઢાળ્યું, અને તે દિવસથી રાજસ્તુતિને મેલીને હરિભક્તિ આદરી. મારા 'હરિરસ' ગ્રંથના પ્રથમ દોહામાં જ મેં ગાયું કે,

લાગાં હું પહેલેા લળે, પીતાંબર ગુરુ પાય, ભેદ મહારસ ભાગવત, પાયો, જેણ પસાય.

સાંગો ગોડ આ બધી બીના સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો, ત્યાં તો માએ વાળું પીરસ્યું. સાંગાએ પોતાને ખભે