આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯

કામળીનો કોલ

નાખવાની એક મેલી ઉનની કામળી પાથરીને ઈસરદાનજીને તેની ઉપર બેસાડયા. કવિએ એ ગરીબની આછીપાતળી રાબછાશ કોઈ રાજથાળી કરતાંયે વધુ મીઠાશથી આરોગી.

જમીને ઈસરદાનજીએ કહ્યું : “ભાઈ, મારે એક નીમ છે કે એક વરસમાં એક જ વાર દાન લેવું. આજ તારી પાસે હાથ લાંબો કરું છું.”

“માગો, દેવ ! મારી પાસે હશે તે બધું આપીશ.”

“ફક્ત આ તારી ઉનની કામળી દે. એ પવિત્ર કામળી ઉપર બેસીને હું ઈશ્વરની પૂજા કરીશ.”

“ભલે, બાપુ ! પણ મને એક વચન આપો.”

"વચન છે "

“હું વીનવું છું કે હિંગળાજથી પાછા વળો ત્યારે અાંહીં થઈને પધારો. હું આપને માટે એક કામળી કરી રાખીશ. આ તો જૂની થઈ ગઈ છે.”

ઈસર બારોટ વચન આપીને હિંગળાજ ચાલી નીકળ્યા. અાંહીં સાંગાએ કામળીની ઊન કાંતવા માડી. વગડામાં કેાઈ નદીને કાંઠે વાછડાં ચરતાં ફરે, વાછડાને ગળે બાંધેલી ટોકરી રણક્યા કરે અને હરિનાં ભજનો ગાતો ગાતો સાંગો એની તકલી ફેરવીફેરવીને ઊનનો ઝીણો તાંતણો કાંત્યા કરે છે. આઠે પહેાર એના ઘટમાં એકનું એક જ રટણ છે કે 'મારી આ કામળી ઉપર બેસીને બારોટજી પ્રભુની પૂજા કરશે, ભેળો હુંયે તરી જઈશ.'

ચાર મહિને કામળી તૈયાર કરીને સાંગો બારોટજીની વાટ જોવા લાગ્યો. અને વાછડાં ચોમાસાની વાટ જોવા લાગ્યાં.

વાછડાંને ચોમાસું તો આવી મળ્યું, પણ સાંગાને હજુ બારોટજી ન મળ્યા. એક દિવસ આકાશમાં મેઘાડંબર મંડાયેા. વાવાઝોડું મચ્યું. મુશળધાર મે વરસવા લાગ્યો અને ગામની નદી બેય કાંઠે પ્રયલકારી પાણીના કોગળા કાઢવા લાગી. સાંગો