આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩


”કાંઈ કહેવાય નહિ.

ગાડાવાળા પટેલે આપાને કહ્યું : “આપા ! હવે ખાતરી થઈ? હજીય માની જાવ તો ગાડું પાછું વાળું.”

“હવે પાછાં વળીએ તો ફુઈ (સાસુ) ત્રણ તસુ ભરીને નાક કાપી લ્યે ! પાછાં તો વળી રિયાં, પટેલ !”

આપાની રાંગમાં માણકી થનગનાટ કરી રહી હતી. હમણાં જાણે પાંખો ફફડાવીને સામે કાંઠે પહોંચી જાઉં' – એવા ઉછાળા એ મારી રહી હતી. નદીના મસ્ત ઘુઘવાટાની સામે માણકી પણ હણહણાટી દેવા લાગી. ઘડીક વિચાર કરીને ઘોડેસવાર ત્રાપાવાળા તરફ ફર્યો. “ કોઈ રીતે સામે પાર ઉતારશો ?”

“કેટલાં જણ છો ?” લાલચુ ત્રાપાવાળાએાએ હિંમત કરી.

“એક બાઈ ને એક બચ્યું. બોલો, શું લેશો ?”

“રૂપિયા સોળ હોય તો હમણાં ઉતારી જઈએ.”

“ સોળના કાકા !” કહી આપાએ કમરેથી વાંસળી છોડીને “ખડિંગ....ખડિંગ” કરતા સોળ રૂપિયા ગણી દીધા. જાણે એ રણકારમાં આપાની આજની આવતી મધરાતના ટકોરા વાગ્યા. એણે હાકલ કરી “ઊતરો હેઠાં.”

કાઠિયાણી નીચે ઊતરી. બે મહિનાનું બાળક બે હાથે હૈયાસરસું દાબીને બાઈ એ ધરતી ઉપર પગ માંડ્યા. શું એ પગ ! જાણે પગની પાનીએામાંથી કંકુની ઢગલી થાતી જાય. કસૂંબલ મલીરના પાતળા ઘૂંઘટમાંથી એનું માં દેખાતું હતું. કાળાં કાળાં વાદળાંનું કાજળ ઉતારીને આંજેલી જાણે એ બ આંખો : અને એ આંખોના ખૂણામાં ચણોઠીના રંગ જેવી રાતીચોળ ચટકી : હેમની શરણાઈઓ જેવી એના હાથની કળાયું : માથે લીલાં લીલાં છૂંદણાં : બંસીધારી