મુખ્ય મેનુ ખોલો
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પ.
હજાર વર્ષ પૂર્વે

ક હજાર વર્ષ પૂર્વે, એક દિવસ સાંજે, પાટણ નગરીમાં સરોવરને કાંઠે બે બાવાએાએ આવીને પોતાના ખભા ઉપરથી ગંગાજળની કાવડ ઉતારી, વિસામો ખાવા બેઠા. હાથીની સૂંઢ જેવા જબરદસ્ત એના ભુજ-દંડ હતા. લોઢાના થંભ જેવી બળવાન કાયાઓ હતી. વેંત વેંતનાં કપાળ ઝગારા કરતાં હતાં. એકની આંખમાંથી તેજનાં ભાલાં છુટતાં હતાં. બીજાની આંખો અંધ હતી. અંધ વેરાગીને માથે ને મોઢે ધોળા રેશમ જેવી સુંવાળી લટો ચમકતી હતી. બન્ને બેઠા સ્નાન કરવા લાગ્યા.

નજીકમાં એક ઘોડેસવાર પોતાની ઘોડીને પાણી ઘેરતો હતેા. 'ત્રો ! ત્રો ! બાપ્પો બાપ્પો !' એવા નોખનોખા દોર કાઢીને ઘોડેસવાર ઘોડીને પાણી પીવા લલચાવતો હતો.

ઘોડીએ બે પહાડ જેવા બાવાએાનાં ભગવાં લૂગડાં જોયાં; ચમકવા લાગી, કેમેય માની નહિ. ઘોડેસવારે પીઠ થાબડી, ગરદન થાબડી; છતાંય ઘોડી ટાઢી ન પડી. એટલે એણે ફડાક ! ફડાક ! ફડાક ! એમ ત્રણ કુમચીના ઘા ઘોડીના અંગ પર ચોડી દીધા.

“અરરર !” અન્ધ બાવાના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. “ગજબ કર્યો આ ઘોડેસવારે ! આ ઘેાડી જો મારી હોત, તો હું ઘોડેસવારને જાનથી મારત.”

“કેમ, મોટા ભાઈ?” નાનાએ પૂછ્યું.

૪૦