આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૧૦૬

કહ્યું : “કીં, ભણે ગોર ! હવે સમ પાળ્યા કે'વાય કે ?”

ધોળો બેાલ્યો : “ આપા ! કાઠીના પેટનો હો તો આંહીં જ ઊભો રહેજે. હમણાં પચાણજી કાકાને મોકલું છું."

"ઈં છે? પચાણજી ઝાલો આવ્યો છે? એમાં આજે મને નોતરો દીધો હશે, કીં? જા, ઝટ મોકલજે. અહીંથી ડગલુંય દે ઈ પચાણજીને દીકરો !”

ધોળો મહારાજ ધા નાખતો નાખતે દેરડીમાં ગયો, પચાણજીને કહ્યું : “ઠાકોર, ગેાંડળને જો દેરડીનો એક વીઘેાય ખાવા આપે તો હું બ્રાહ્મણના પેટને મટી જાઉં !”

પચાણજીએ પૂછ્યું : “એલા કોણ ?”

“રાઠોડ ધાધલ. ”

પચાણજીનાં રૂવાડાં બેઠાં થઈ જાય તેવો ત્રાસ ધોળા ભટે વર્ણવી દેખાડ્યો. ઝાલાએ હાકલ કરી : “એલા, ઘોડે પલાણ નાખો. આરબને કહે કે મરફો કરે. આજ રાઠોડ ધાધલને માપી લઈએ, નીકર ગોંડળની બાદશાહી એને સોંપીને આપણે ચૂડિયું પહેરી લઈએ.”

ખોડાભાઈ ગઢવી પચાણજીની પાસે આવ્યા : આવીને કહે : “પચાણજી ઝાલા ! પધારો, રાઠોડ ધાધલ ક્યારના વાટ જોવે છે.”

“વાટ જોવે છે ? મારા આવવાની ખબર છે ?”

“હા; પણ, પચાણજીભાઈ, અમે ચાડ કરીને નથી આવ્યા; ધોળાએ આપણને ભેટાડી મારવાનું તરકટ ઊભું કર્યું છે. ધોળો બ્રહ્મહત્યાના સોગંદ ન દેત તો આપો રાઠોડ આવી હુજ્જત ન કરત.”

પચાણજી ઝાલો ખાનદાન માણસ હતા, “આપો વાટ જોઈને ઊભા છે,” એ વાત એના કાનમાં રણકી રહી. આપા