આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર : ૩

૧૧૦

દે ! એ... એ અમારો ગામ લુંટી ખાવો રે'વા દે !”

દોડીને પહેાંચ્યો લાંક પાસે આડા ફરીને બરછી ઘોંકાવી. બરછી ઘેાંકાવતો ઘેાંકાવતો કહેતો જાય : “એ બાપ લાંક સાઈબ ! રાંકને કાં રોળું નાખ્ય ? આવો કોપ રે'વા દે. ગરીબહી આધા ગઝબ રે'વા દે, રે'વા દે !” કહેતાં કહેતાં બરછી ઘેાંકાવી. લાંકનો ઘોડો સીધો જાતો હતો તે તરત દેરડી તરફ ધસ્યો. ઊભો સીમાડો જતો હતો તે આડો લીધો. અને બીજી બાજુ રાઠોડ ધાધલ બરછી ઘેાંકાવતા આવે : “બાપ, રે'વા દે, કાકા, રે'વા દે.” કહેતા આવે, તેમ તેમ લાંક ડરીને દેરડી તરફ વધુ ને વધુ ખસતો જાય.

બરછીની અણી શરીર પાસે આવતાં તો લાંકને બાયડીછોકરાં સાંભરતાં હતાં. એને ખબર હતી કે કાઠીને બરછી હુલાવી દેતાં કાંઈ વાર નહિ લાગે, પછી સીમાડો સીમાડાને ઠેકાણે રહેશે અને વિલાયતનાં ઝાડવાં છેટાં થઈ પડશે.

પરિણામ એ આવ્યું કે વાવડી ગામથી ઉત્તર-દક્ષિણ સીધો સીમાડો નીકળ્યો જતો હતો, તેમાં બરાબર ખીજડી વળાટતાં જ રાઠોડ ધાધલની બરછી આંબવાથી સીમાડો ઉગમણે (દેરડી તરફ ) તર્યો, બહુ ફેરમાં સીમાડો નખાયો. ઠેઠ રાણસીંકી સુધી ખૂંટ પહોંચી ગયા. સુધાટીંબી સનાળીમાં ભળી ગઈ, અત્યારે પણ ત્યાં જઈને એ ઓચિંતો ફેરફાર નજરો નજર જોઈ શકાય છે. બાંઠિયા કાઠીની આવી કરામતની સાક્ષી પૂરનારી જમીન અત્યારે ત્યાં જોવા જનારને જવાબ વાળે છે.

આવાં આવાં તો અનેક રમૂજી પરાક્રમો કરતાં કરતાં આપાના વાળ ધોળા થયા. દાઢી-મૂછ, માથું અને નેણ,