આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭

આઈ!

શું કરવું ? લાજી મરું છું” – એ એમની રાતદિવસની ચિંતા હતી.

એક દિવસ સવારે આપો ભાણ અને બીજા ત્રણ-ચાર મહેમાનો ટાઢી છાશ પીવા બેઠા. તાંસળીમાં પળી પળી ઘી નાખીને પાંચે ભાણે પીરસી. પાસે ગોરસનાં દોણાં અને ફીણાળાં દૂધનાં બોઘરાં મૂક્યાં. ઘીમાં ગેારસ નાખીને પછી તેમાં સાકરના ધોબા ભરી ભરી ભેળવ્યા. અને સવા સવા ગજ પનાના કાંસાના થાળમાં બાજરાના રોટલા પીરસ્યા. થાળીને માથે કેમ જાણે વેલણથી વણાયા હોય તેવા, સરખી જાડાઈવાળા રોટલા આઈ એ બે નાનકડી હથેળી વચ્ચે ટીપીને કરેલા હતા. રોટલામાં ભાત પાડવા માટે તો આઈ એ એક આંગળીનો નખ લાંબો રાખિયેા હતો, અને આંગળીએામાં વેઢ પહેર્યા હતા એટલે ઘડતાં ઘડતાં રોટલાને માથે ખાજલી, લોરિયું અને સાંકળીની ભાત્ય ઊપડતી આવે એવી નકશીથી ભરેલા રોટલા તાવડીમાં પકવીને એણે ત્રાંબા જેવા બનાવેલા. એવા તે ઊંડા બનાવેલા કે અંદર પોણો પોણો શેર ઘી સમાઈ જાય !

આપા ભાણે રોટલો ભાંગીને બટકું મોઢામાં મૂક્યું, પણ ચાવે શી રીતે ? દાંત ન મળે. પોચો રોટલો હોય તો ચોળી ચોળીને પેઢાં વડે ચાવી શકે ને ! પણ આ તો કડાકાદાર રેાટલો !

આપાએ મહેમાનોને પૂછ્યું : “કાં બા! રોટલો તમને ફાવે છે કે ?”

“એાહોહો ! આપા ભાણ !” પરોણા વખાણ કરવા લાગ્યા : “આવા રોટલા તો અહીં જ ભાળ્યા, કેવી રૂડી ત્રણ ત્રણ ભાત્યું ઊપડી છે ! એવો દેખાવડો રોટલો છે કે ભાંગવાનુંય મન નથી થાતું. આપા ! અમારાં આઈ તો