આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
મહેમાની

ડલીની ઊભી બજાર વીંધીને ઘોડેસવાર ચાલ્યો જાય છે. એના ભાલાના ફળામાં જુવારનો એક રોટલો અને ડુંગળીનો એક દડો પરોવેલાં છે. અસવારના હોઠ મરક મરક થાય છે.

ચોરે બેઠેલો કાઠી ડાયરો આ કૌતક જોઈ રહ્યો. બધાનાં મેાં કાળાંમશ થઈ ગયાં. સહુને લાગ્યું કે મહેમાન કાંઈ મર્મ કરતો જાય છે. કોઈએ વળી વધુ પડતા કૌતકના માર્યા પૂછ્યું :

“આપા ચીતરા કરપડા ! આ ચાળો વળી શું ઊપડ્યો છે ?"

અસવારે ઉત્તર દીધો : “એ બા, આ તો આપા ભાણની મે'માનગતિ ! ભડલીની સરભરા ભારે વખાણમાં છે ને બા, એટલે ત્રણે પરજુમાં એનો રૂડો નમૂનો દેખાડવા લઈ જાઉ છું.”

ભડલીનું નાક વાઢતો વાઢતો એ ચીતરો કરપડો ગામડેગામડાની ઊભી બજારો વીંધીને કણબાવ્ય ચાલ્યો ગયો. કોણ જાણે કોની ભૂલ થઈ કે કોઈ દિવસ નહિ ને આજ જ ભડલીના દરબાર ભાણ ખાચરના ગઢમાં ચીતરા કરપડાનું ભાણું ન સચવાણું ! ભાણ ખાચર ઘેરે નહિ, અને કોઈકે કરપડાને ડુંગળી-રોટલો પીરસ્યાં.

ભાણ ખાચર જ્યારે ઘેર આવ્યા ત્યારે બાઈ એ વાત કરી કે ચીતરો ડુંગળી ને રોટલો ભાલે ચડાવીને આપણા

છે

૧૩૦