આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધાર:૩

૧૩૬


“ફિકર નહિ, બાપ ! આપણાં વેલડાં ઉતેળિયાના ઝાંપામાં દાખલ કરી દ્યો. એ રજપૂત હશે તો નક્કી આપણાં રખવાળાં કરશે.”

કાળો કળેળાટ બોલી ગયો. વેલડાં ઉતેળિયાના ગઢમાં જઈ ઊભાં રહ્યાં. દરબારને બધી હકીકતની જાણ થઈ. એણે કહેવરાવ્યું : “આઈઓ ! હયે જરાય ફડકો રાખશો મા. ભારાજીનો ભાર નથી કે મારે શરણે આવેલાને આંગળી લગાડે !”

ભારોજી ભાલું હિલોળતા આવી પહોંચ્યા. ઉતેળિયાના ધણીએ ગઢને દરવાજે આવીને કહ્યું : “ ભા ! રજપૂતનો ધર્મ તને શીખવવાનો હોય ? આંહી ગઢમાં પગ મૂકીશ તો સામસામાં લેાહી છંટાશે. બાકી, હા, ઉતેળિયાના સીમાડા વળોટે એટલે તારે ગમે તે કરજે.”

રજપૂતે રજપૂતની આંખ એાળખી લીધી. ભારોજી પાછો ફરી ગયેા.

ઉતેળિયાના ઠાકોરે ભડલી સમાચાર પહોંચાડ્યા. ભેાજ ખાચર મેાટી ફોજ લઈને આવ્યા. કાઠિયાણીઓ તો ભડલી ભેળી થઈ ગઈ, પણ ભેાજ ખાચરના મનનો ડંખ કેમ જાય ? બોરુ ગામને માથે ભોજ ખાચરના ભૈરવ જેવા પ્રચંડ કાઠીઓ ત્રાટક્યા અને એ ધીંગાણામાં ભારોજી કામ આવ્યા. ભેાજ ખાચર ભારોજીનું માથું વાઢીને પોતાની સાથે લેતા ગયા.

સ્વામીનો ઘાત થયો સાંભળી ભારોજીની રજપૂતાણીને સત ચડ્યું, કાયા થરથર કંપી ઊઠી, પણ ચિતામાં ચડાય શી રીતે ? ધણીનું માથું તો ખોળામાં જોઈએ ને ! રાણીએ સાદ નાખ્યો : “લાવો, કોઈ મારા ધણીનું માથું લાવો. મારે ને એને છેટું પડે છે.”

ચારણ બોલ્યો: “માથું તેા ભોજ ખાચર ભેળું ગયું.