આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધા૨: ૩

૧૫૨

ભાઈ !” – એમ કહેતાં જ હનુભાઈ ઊભા થઈ ગયા. “અમારી નસોમાં એક જ બાપનું લોહી ભર્યું છે. આજ કદાપિ લાજીને એ મારી પાસે ન આવે, પણ હું કેમ બેઠો રહું ? ઘોડી ! ઘેાડી ! અરે. કોઈ મારી ઘોડીને અહીં લાવો. મારા ભાઈએાને આજ ભીડ પડી છે.”

છોકરો ઘોડી છોડવા ગયેા. રાણીજીએ મોતના પડઘા સાંભળ્યા. રાણીજીએ કહ્યું : “એક વાર એને આંહીં મોકલો. એક વાર મોઢું જોઈ લેવા દ્યો, પછી ભલે જાય, પણ મળ્યા વિના ઘોડી છોડવા નહિ દઉં.”

પણ હનુભાઈને અને કાળને છેટું પડે છે. એને ફડકો છે કે રજપૂતાણી કદાચ સ્ત્રી બની જશે, ભોળવી દેશે, સાવજને સાંકળી લેશે. એણે ચીસ પાડી : “ ઘોડી ગઈ ઘોળી ! આ વછેરાને પલાણો.”

“બાપુ ! હજી તાજો ચડાઉ કરેલો આ વછેરો ધીંગાણામાં કેમ કરીને કબજે રહેશે ?”

“આજ મારું હૈયું મારા કબજામાં નથી. આજ હું પોતે જ મારા કાળના કબજામાં જાઉં છું. મને ઝટ વછેરો આપો !”

વછેરા ઉપર સામાન માંડ્યો. હાથમાં ભાલો લઈને હનુભાઈ ચડી ગયા. જાતાં જાતાં લીંબડાના ઝાંપાને હાથ જોડ્યા. વસ્તીને છેલ્લા રામરામ કર્યા. વાંસે ડાયરો પણ ચડીને ચાલ્યો.

રજપૂતાણીએ ગેાખલામાંથી ડોકું કાઢ્યું. પણ હનુભાઈ હવે ગોખે નજર માંડે નહિ.

મારતે ઘોડે કુંવર આકડિયે આવ્યા; આકડિયે વીકાભાઈ ગઢવીને વાવડ પૂછ્યા : “ચોર ગાયુંને કઈ દશ્યે હાંકી ગયા ?”