આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭

હનુભાઈ

થાઉં. મારા પગમાં મોસાળની કીર્તિરૂપ બેડીઓ જડાઈ ગઈ છે. અને બીજી બાજુથી લાઠીના તખ્તની આબરૂ મને રોકે છે. ધીંગાણાથી હું હલીચલી ન શકું.

હનુભાઈના મૃત્યુ વિષેનું આ લોકરચિત કથાગીત (“બેલડ” )
મળી આવ્યું છે; તે રાસડા તરીકે સ્ત્રીઓ ગાય છે:

રંગ્યા તે રંગ્યા રૂપાના બાજોઠ જો ને,
સાવ રે સોનાનાં સોળે સોગઠાં હો રાજ !

હનુ ફતેસંગ માડીજાયા વીરા જો ને,
ભેરુ ભડીને બેઠા રમવા હો રાજ !

રમ્યા તે રમ્યા બાજીયું બે-ચાર જો ને,
રાયકો[૧] આવ્યો ખીજડિયા ગામનો હો રાજ!

વાળ્યું તે વાળ્યું ખીજડિયાનું ધણ જો ને,
જેઠે ગોવાળિયે ધણ વાળિયાં હો રાજ !

કુંવરને કાંઈ ચટકે ચડી રીસ જો ને,
પાસા પછાડી કુંવર ઊઠિયા હો રાજ !

ઘોડારમાંથી રોઝી ઘોડી છોડી જો ને,
ખીંતીએથી લીધાં મશરૂ મોળિયાં[૨] રે હો રાજ !

રાણીજીને મેડીએ થિયાં જાણ જો ને,
ફાળું પડી છે રાણીજીના પેટમાં હો રાજ !

ધ્રોડી[૩] થેાભી ઘોડીલાની વાગ જો ને,
આજે ઘાત્યું છે રાજને માથડે હો રાજ !

ઘેલા તે રાણી, ઘેલડિયાં શાં બોલો જો ને,
વેરી વળાવી હમણાં આવશું હો રાજ !

મેડી ઊતરતાં લપટાયો ડાબે પગ જો ને,
માઠે શુકને તે રાજા નો ચડો હો રાજ !


  1. ૧. સાંઢણી-સવાર.
  2. ૨. પાઘડી.
  3. ૩. દોડી.