પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૩૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પુરવણી [પા, પ ઉપર લીટી ૧૨માં કાને સાધવાના ઉપાથી ના ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, “ જે ઉપાયે માતૃભાષા વિષે સૂચવ્યા છે તેવા, જોઈતા ફેરફાર સાથે, રાષ્ટ્રીય ભાષા વિષે પણ લાગુ પડી શકે છે.” માતૃભાષા અંગે સૂચવેલા તે ઉપાયા એ વ્યાખ્યાનમાં નીચે પ્રમાણે છે :~ ] “ માતૃભાષાને કેળવણીનું વાહન કરવું એ ઋષ્ટ હોય તે તેને અમલ ધવા સારુ આપણે શાં પગલાં ભરવાં જોઈએ એ વિચારવું જોઇ એ. દલીલે આપ્યા વગર એ પગલાં મને જેવાં સૂઝે છે તેવાં લખી નાખું છું : ૧. અંગ્રેજી જાણનાર ગુજરાતીએ, જાણ્યે અજાણ્યે પણ પરસ્પર વ્યવહારમાં અંગ્રેજીનો પ્રયોગ ન કરવા. ન ૨. જેને અંગ્રેજી અને ગુજરાતી અનેનું સારું જ્ઞાન છે તેણે અંગ્રેજીમાં જે સારાં ઉપયોગી પુસ્તકા કે વિચારો હોય તે પ્રજા આગળ ગુજરાતીમાં મૂકવાં. ૩. કેળવણી મંડળાએ પાષપુસ્તકા તૈયાર કરાવવાં. ૪. ધનાઢય પુરુષોએ ગુજરાતી મારફત કેળવણી આપવાની શાળા જંગે જગે સ્થાપવી, ૫. ઉપલી પ્રવૃત્તિની સાથે જ સરકારને પરિષદેએ અને કેળવણી મંડળાએ અરજી કરવી , બધી કેળવણી માતૃભાષા મારફતે જ અપાવી જોઈ એ. અદાલતામાં ને ધારાસભામાં વહેવાર ગુજરાતી મારતા થવા જોઈએ ને પ્રજાનું બધું કાર્ય તે જ ભાષામાં થવું જોઈએ. અંગ્રેજી જાણુનારને જ સારી નોકરી મળી શકે છે તે પ્રથા ખલી તાકાને લાયકાત પ્રમાણે, ભાષાભેદ રાખ્યા વિના, પસંદ કરવા ોઈ એ. ગુજરાતી ભાષામાં તેને જોઈતું જ્ઞાન મળે એવી શાળાઓ સ્થપાવી જોઈએ, એવી અજી પશુ સરકારને જવી જોઈએ.