આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રાષ્ટ્રભાષા વિષે વિચાર

શષ્ટ્રભાષા વિષે વિચાર આપણી ધારાસભામાં પણુ રાષ્ટ્રીય ભાષા દ્વારા કાય કરવું જોઈએ. જ્યાં સુધી આમ નહિ થાય, ત્યાં સુધી પ્રજાને રાનીતિના કાર્ય માં યોગ્ય તાલીમ નહિ મળે, આપણાં હિંદી વતમાનપત્રો આ કાર્ય થાડુ ધણું કરે છે, છતાં, પ્રજાને અનુવાદ મારફત તાલીમ નથી મળી શકતી, આપણી અદાલતોમાં જરૂર રાષ્ટ્રીય ભાષા અને પ્રાન્તીય ભાષાના પ્રચાર થવા જોઈએ. ન્યાયાધીશ મારત તાલીમ આપણને સહજ રીતે મળી શકે છે; પરન્તુ તે તાલીમથી પ્રજા માજે રહિત છે. ' ભાષાની સેવા જેવી આપણા રાજા મહારાજા કરી શકે, તેવી અંગ્રેજ સરકાર નહિ કરી શકે. મહારાજા હોલ્કરની ધારાસભામાં, કચેરીમાં અને દરેક કામમાં હિન્દીને અને પ્રાન્તીય ખેલીને જ ઉપયોગ થવા જોઈ એ. આવા ઉત્તેજનથી ભાષા બહુ ખીલી શકે છે. આ રાજ્યની પાશાળામાં આરંભથી અંત સુધી શિક્ષણ માતૃભાષામાં આપવાના પ્રયોગ થવા જોઈએ, આપણા રાન મહારાજાઓ ભાષાની ઘણી ઊંચી સેવા કરી શકે છે. હું ઉમેદ રાખું છું કે, મહારાજા હાકર અને તેમના અધિકારીવર્ગ આ મોટા કાર્યને ઉત્સાહથી ઉપાડી લેશે, આવા સમેલનથી આપણું બધું કાર્ય સફળ થશે, એવી સમજ મમૂલક છે. જ્યારે આપણે પ્રતિદિન આ કાર્યની ધૂનમાં જ રહીશું ત્યારે જ મા કાની સિદ્ધિ થઈ શકશે. સેકડે સ્વાર્થ ત્યાગી વિદ્વાન આ કાર્યને પોતાનું માનશે ત્યારે જ સિદ્ધિ થવાના સંભવ છે. મને ખેદ તો આ થાય છે કે, જે પ્રાંતાની માતૃભાષા હિંદી છે ત્યાં પણ તે ભાષાની ઉન્નતિ કરવા ઉત્સાહ જણાતો નથી. તે પ્રાંતમાં આપણા શિક્ષિત વર્ગ આપસઆપસમાં પત્રવ્યવહાર અને વાતચીત અંગ્રેજીમાં કરે છે. વાત નાની છે, પરન્તુ તેમાં રહસ્ય બહુ છે. ફ્રાન્સમાં રહેનાર અંગ્રેજ પોતાના બંધા વ્યવહાર અંગ્રેજીમાં જ ચલાવે છે. આપણે આપણા દેશમાં આપણું મહાન કાર્ય વિદેશી ભાષામાં કરીએ છીએ. મારે નમ્ર પરન્તુ દૃઢ અભિપ્રાય છે કે, જ્યાં સુધી આપણે હિંદીને રાષ્ટ્રીય અને પોતપોતાની પ્રાંતીય ભાષાઓને તેનું મેગ્ય સ્થાન નહિ માપીએ, ત્યાં સુધી સ્વરાજ્યની બધી વાતા નિરર્થક છે. આ સંમેલન દ્વારા ભારતવર્ષના આ મેટા પ્રશ્નનું નિરાકરણ થઈ જાય, એવી મારી આશા અને પ્રભુ પ્રતિ માના છે. •(ઈ. સ. ૧૯૧૮)