આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૯. સભાઓની ભાષા આમ-જનતા માટે સામાન્ય માધ્યમની ભાષા હિંદી કે હિંદુસ્તાની છે, અંગ્રેજી નહિ, એ વસ્તુ સભા ગવનારાઓને વારંવાર યાદ આપવાની જરૂર લાગે છે, મે જોયુ છે કે, આ પ્રવાસમાં મને ઘણે પ્રસગે અંગ્રેજીમાં માનપા અપાય છે; ૧૯૨૧માં એવું નહોતું. આની ખેદગી ઝરિયાના ખાણિયાના સાનપત્ર વખતે ઉધાડી તરી આવી. હજારોની એમની સભામાં ભાગ્યે ૧૦ જણુ અંગ્રેજી સમજી શકતા હો; ત્યાં અંગ્રેજીમાં મને માનપત્ર વાંચી સંભળાવવા પ્રયત્ન થયે ! માટી સંખ્યાના લોક સરળતાથી હિંદી સમજત, અને બંગાળી તા ઘણા સમજત. તેમના મહાજનના પછીધારીઓ ખેંગાળના હતા. મારા ખ્યાલથી જો અંગ્રેજી કર્યું હતું, તો તે સાવ બિનજરૂરી હતું. બંગાળીમાં માનપત્ર લખી મને હિંદી કે અંગ્રેજી અનુવાદ તે આપી શકત. પરંતુ, તે મેટી સભાને માથે અંગ્રેજી મારવું એ તો એમનું અપમાન થાત. મને આશા છે કે એવા વખત આવી રહ્યો છે કે, તે કામકાજ એવી ભાષામાં ચલાવાય કે જેને મેટા ભાગના લોક ન સમજે તે તેમણે એવી સભાએ છેોડી ચાલ્યા જવું જોઈ એ. આ બાબતમાં મેં પ્રમુખનું ધ્યાન ખેંચ્યું કે તરત વિનયથી તેમણે તે વંચાઈ ગયું છે એમ માનીને સભા આગળ ચાલવા દીધી, એ તેમને માટે સારું કહેવાય. આ બનાવ સાને ધડા લેવા લાયક બનો; ખાસ કરીને આંત્ર, તામિલ- નાડ, કેરળ અને કર્ણાટકમાં, તેમની મુશ્કેલીની મને ખબર છે. પરંતુ હવે તે છેલ્લાં છ વર્ષથી તેમને ત્યાં હિંદીપ્રચાર માટે એક સબંધી સંસ્થા કામ કરે છે. તેમનાં માનપત્ર તે તે પ્રાંતની ભાષામાં હાય તે મને તેના હિંદી અનુવાદ અપાય. દ્રવિડ પ્રદેશ માટે મે હમેશ અપવાદ રાખ્યો છે, અને ત્યાંના લ ઈચ્છા બતાવતાં મે અંગ્રેજીમાં ભાષણ કર્યાં છે, પણ મને જરૂર લાગે છે કે, મોટી જાહેર સભામાં તેમણે અંગ્રેજી બ્રેડવા માટે સમય ` હવે આવી લાગ્યા છે. ખરું જોતાં, જનતામાં ઝપાટાબંધ પ્રગતિ કરવાનો માર્ગ આપણા અંગ્રેજી ભાષી નેતા રાકી રહ્યા છે; તે હિંદી શીખતા નથી. શીખનારા દરેજ જો ત્રણ કલાક તે પાછી આપે, તે દ્રવિડ પ્રદેશમાંય તે ત્રણ માસની અંદર સહેલાઈથી આવડી જાય. આમાં જેને શટકા હોય તે હિંદીપ્રચાર કાર્યાલયન સર્