આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિશ્વર તો એટલે સુધી માને છે કે, અંગ્રેજી જ રાષ્ટ્રભાષા બની શકે એમ છે, તે ખની પણ ગઈ છે. હિંદી જો અંગ્રેજીનું સ્થાન લે તે ઓછામાં ઓછું મને તો સારું જ લાગશે. પણ અંગ્રેજી ભાષાના મહત્ત્વને આપણે સારી રીતે જાણીએ છીએ. આધુનિક જ્ઞાનની પ્રાપ્તિ, આધુનિક સાહિત્યનું અધ્યયન, આખા જગતને પરિચય, અપ્રાપ્તિ, રાજ્યાધિકારીઓની સાથે સબંધ, એ અને એવાં ખીજાં કામેા માટે અંગ્રેજીનું જ્ઞાન આપણને જરૂરતું છે. ઇચ્છા ન હોય તોયે આપણે અંગ્રેજી શીખવી પડરો. એમ જ બની પણ રહ્યુ છે. અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે. પણ અંગ્રેજી રાષ્ટ્રભાષા કદી ન બની શકે, આજે એનું સામ્રાજ્ય હોય એમ અવશ્ય દેખાય છે ખરું. એનાથી ખચવાનો પૂરે પ્રયત્ન કરવા છતાં, આપણાં રાષ્ટ્રીય કામકાજમાં અંગ્રેજીએ ઘણા પ્રભાવ જમાવ્યેા છે. પણ એટલાથી આપણે એવા ભ્રમમાં ન પડવું જોઈએ કે અંગ્રેજી રાષ્ટ્રભાષા ખની રહી છે. એની કસોટી આપણે દરેક પ્રાંતમાં સહેલાઈથી ફરી શકીએ છીએ. બંગાળ અથવા દક્ષિણ ભારતને જ લઈએ, કેમ કે ત્યાં અંગ્રેજીના પ્રભાવ સહુથી વધારે છે. ત્યાંની જનતાની મારફતે આપણે કઈ પણ કામ કરવા માગીએ તો તે આજે હિંદી દ્વારા ભલે ન કરી શકીએ, પણ અંગ્રેજી દ્વારા તા નહિ જ કરી શકીએ. હિંદીના ખેચાર શબ્દોથી આપણે આપણા ભાવ કંઈક તે પ્રગટ કરી જ દઈશું, પણ અંગ્રેજીથી તો એટલા પણ ન કરી શકીએ. હા, એમ અવશ્ય માની શકાય કે, હજુ સુધી આપણે ત્યાં એક પણ રાષ્ટ્રભાષા થવા પામી નથી, અંગ્રેજી રાજભાષા છે. એમ હોવું સ્વાભાવિક પણ છે. અંગ્રેજી એથી આગળ વધે એ હું અસંભવંત માનું છું, પછી ભલે ગમે એટલો પ્રયત્ન કેમ ન કરવામાં આવે. હિંદુસ્તાનને જો ખરેખર એક રાષ્ટ્ર બનાવવું હોય તે, કાઈ માને કે ન માને પણુ, રાષ્ટ્રભાષા તો હિંદી જ બની શકે; કેમ કે જે સ્થાન હિંદીને મળ્યું છે તે ખીજી કાઈ પણ ભાષાને કદી મળી નહિ શકે. હિંદુ મુસલમાન બંને મળીને લગભગ ખાવીસ કરોડ મનુષ્યની ભાષા, થાડાણા ફેરફારા સાથે, હિંદી હિંદુસ્તાની જ છે, તેથી ઊંચત અને સંભવિત તો એ જ છે કે, દરેક પ્રાંતમાં પ્રાંતની ભાષા, આખા દેશના પરસ્પર વ્યવહારને માટે હિંદીનો, અને આંતરરાષ્ટ્રીય ઉપયોગને માટે અંગ્રેજીના વાપર કરવામાં આવે. હિંદી ખેલનારાઓની સંખ્યા કરોડાની રહેશે, પણ અંગ્રેજી ખેલનારાઓની સંખ્યા થૈડાક લાખથી આગળ કદી નહિ વધી શકે. એ માટે પ્રયત્ન પણ કરવામાં જનતા પ્રત્યે અન્યાય કર્યો ગણાશે.