આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
રાષ્ટ્રભાષા વિષે વિચાર

શદ્રભાષા વિષે વિચાર ખીજી બધી ભાષા કરતાં પ્રાંતિક ભાષાને પ્રથમ પદ આપવાની ક્રિયાને વેગ અનાયાસે વધતે જશે. www. અંગ્રેજી અને હિંદી હિંદુસ્તાની વચ્ચે રાષ્ટ્રભાષા બનવાની હંમેશની હરીફાઈ ના આ પત્રલેખકે સહેજ ઇશારા કર્યાં છે. હું જ્યારથી જાહેર જીવનમાં દાખલ થયા ત્યારથી મારા નિશ્ચિત મત બંધાયેલા છે તે તે મે' જાહેર કર્યા છે કે, અંગ્રેજી ભારતવર્ષીની રાષ્ટ્રભાષા કદી ન થઈ શકે, ન થવી જોઈએ; રાષ્ટ્રભાષા હિંદી એટલે કે હિંદુસ્તાની જે ભાષા ઉત્તર ભારતના કરોડો હિંદુમુસલમાન ખેલે છે. તે જ થઈ શકે, અંગ્રેજીને રાષ્ટ્રભાષા ગણવાના પ્રયત્ન કરવાથી જનસમૂહ અને અંગ્રેજી ભણેલા વર્ગો વચ્ચે કાયમનું અંતર ઊભું થવાનું, અને દેશની એના ધ્યેય પ્રત્યેની પ્રતિ પાછી પડવાની, મેં ફરી સ્ક્રીને સમજાવ્યું છે કે, અંગ્રેજીને આપણી સંસ્કૃતિમાં ચોક્કસ સ્થાન છે. અંગ્રેજ રાજકર્તાઓને અને આખા પાશ્ચાત્ય જગતને સમજવા સારુ, અને પશ્ચિમ પાસે જે આપવા જેવું છે. તે હિંદુસ્તાનમાં લાવવા સારુ, આપણામાંથી ચેડાએ પશ્ચિમમાં સૌથી વધારે પ્રલિત અંગ્રેજી ભાષા શીખવી જોઈએ. પણ જો નિરક્ષર જનસમૂહ અને શિક્ષિત વર્ગ વચ્ચે એકતા સાધવી હોય તે એથી હજાર ગણા હિંદીઓએ હિંદી-હિંદુસ્તાની નવી રહી છે. પ્રાંતિક ભાષાને બદલે હિંદીને અગ્રસ્થાન અપાવું જોઈ એ એવી સલાહ આપવાનો અપરાધ પણ મેં કર્યો છે એમ આ પત્રલેખક માને છે, એ મારા અભિપ્રાય વિષેનું એમનું નયુ અજ્ઞાન છે. આ બાબતમાં મારા સિદ્ધાંત અને મારા આચરણ વિષે કશે ફરક નથી. માતૃભાષાને અગ્રસ્થાન અપાવું જોઈએ એ કથનને હું હાર્દિક ટકા આપું છું. લિપિની બાબતમાં આ પત્રલેખકનો ભય સાચે છે; અને મારી જે અભિપ્રાય છે તેને સારુ મને ખેદ પણ નથી. સંસ્કૃતમાંથી ઊતરી આવેલી કે તેની સાથે નિકટનું સગપણ ધરાવતી જુદી જુદી ભાષાને માટે એક જ લિપિ હોવી જોઈએ, અને તે દેવનાગરી જ છે. જુદી જુદી લિપિ એ એક પ્રાંતના લકાને બીજા પ્રાંતાની ભાષા શીખવામાં નકામા અંતરાયરૂપ છે. યુરેપ એક રાષ્ટ્ર નથી છતાં તેણે સામાન્યપણે એક લિપિ સ્વીકારી છે. એક જ ભાષાને માટે દેવનાગરી અને ઉર્દૂ અને લિપિએ હું સહન કરું છું એ વસ્તુ વિસગત - છે, એ હું જાણું છું. પણ મારી એ વિસગતતા નરી એવી નથી. અત્યારે હિંદુમુસલમાન વચ્ચે ઘર્ષણ ચાલે છે. શિક્ષિત હિંદુ અને મુસલમાન એક્બીજા