આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિચાર વસ્તુ છે. એટલે હું આશા રાખું છું કે, મુસ્લિમવિરોધી એ શબ્દ ઉર્દૂ વિરોધીના માં વાપરેલો હોય તોપણ, આ પત્રલેખક જે શંકાને વિષે લખે છે તે શંકા દૂર થશે, અને સિમલામાં ભરાનારા હિંદી સાહિત્ય સંમેલનના અધિવેશનની તૈયારીનું કામ, સંમેલનના ધ્યેય કે વલણ વિષે કશી શકો કે સશય વિના, ચાલવા માંડશે. 2 tં, ૧૬-&..'કુE ૨૪. હિંદી વિ. ઉર્દૂ હિંદી ઉર્દૂના સવાલ તો હંમેશનો થઈ પડ્યો છે. આ સવાલ વિષે મે મારા વિચાર ઘણી વાર પ્રગટ કર્યાં છે, છતાં તેની પુનરુક્તિ થઈ શકે એવી છે. શી લીલે આપ્યા વિના માત્ર મારી માન્યતા કહી જાઉં છું : હું માનું છું કે— ૧. હિંદી, હિંદુસ્તાની અને ઉર્દૂ એ ત્રણે શબ્દો એક જ ભાષાના ઉત્તરમાં હિંદુ તેમ જ મુસલમાન ખેલે છે અને દેવનાગરી અથવા કારસી લિપિમાં લખે છે તેના વાચક છે; ૨. આ ભાષા, જે હિંદુ અને મુસલમાન ખતે વાપરતા, તેને માટે • ઉદ’ શબ્દની ઉત્પત્તિ થઈ તે પહેલાં, ‘હિંદી ' એ જ નામ વપરાતું. લાગ્યા. ૩. ‘હિંદુસ્તાની ' શબ્દ પણ એ જ ભાષા સૂચવવાને પાછળથી વપરાવા એની તારીખની મને ખબર નથી ). ૪. હિંદુ અને મુસલમાન બંનેએ ઉત્તરના આમવર્ગના કરોડો લોકો સમજે એવી ભાષા ખોલવાના પ્રયાસ કરવા જોઈ એ. ૫. તે છતાં ઘણા હિંદુ કેવળ સંસ્કૃત શબ્દો જ વાપરવાનો આગ્રહ રાખશે, તે તે પ્રમાણે કેટલાક મુસલમાન કેવળ કારસી કે અરબી શબ્દોથી ભરેલી ભાષા વાપરો. જ્યાં લગી મે કામમાં એકબીજાને વિષે અવિશ્વાસ ને અાગાપણું છે, ત્યાં લગી આ વસ્તુ આપણે સહી લેવી પડશે. જે હિંદુ અમુક વિષયના મુસલમાનોના વિચારો સમજવા માગતા હશે તે ફારસી લિપિમાં લખેલી ઉર્દૂ શીખશે; અને તે જ પ્રમાણે જે મુસલમાના અમુક વિષયના