આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૬. મદ્રાસમાં હિંદુસ્તાનીનું શિક્ષણ (મદ્રાસની ફૅન્ગ્રેસ સરકારે ઇલાકાની શાળાઓમાં હિંદુસ્તાનીના વિષય દાખલ કર્યો તે સામે વિરોધરૂપે તરેહ તરેહનો ને અતિ પણ પગલાં કેટલાક લકે લીધાં. તે વિષે ગાંધીજીને પણ રિચાઇ ગઈ. રાન્નની સરકારે બહાર પાડેલો ખુલાસો અને પછી ગાંધીજીએ તે અંગે લખેલ ‘મહાસભાવાદીઓ, સાવધાન ' લેખમાંથી તે અંગેને ભાગ નીચે આપ્યો છે. મદ્રાસ સરકારે ગઈ ૯મીએ નીચેનું જાહેરનામું બહાર પાડયું છેઃ આ પ્રાંતની નિશાળામાં હિંદુસ્તાનીને અભ્યાસ દાખલ કરવામાં આવ્યા છે તેને અંગે ઘણા ભરમાવનારા પ્રચાર ચાલી રહ્યો છે. સરકાર આ બાબતની પોતાની નીતિ સ્પષ્ટ કરવા ઇચ્છે છે, જેથી આ વિષે જે કઈ ગેરસમજ પેદા થવી સંભવિત હોય તે દૂર થાય. -- અને આપણા પ્રાંત હિંદુસ્તાનના રાષ્ટ્રીય જીવનમાં તેનુ ચોગ્ય સ્થાન પ્રાપ્ત કરે તેને માટે, હિંદુસ્તાનમાં જે ભાષા સૌથી મોટી સંખ્યા ખાલે છે તે ભાષાનુ વ્યવહારુ જ્ઞાન આપણા જુવાનોને હોય એ જરૂરતુ છે, તેથી સરકારે આપણા પ્રાંતની હાઈસ્કૂલના અભ્યાસક્રમમાં હિંદુસ્તાનીના વિષય દાખલ કરવાને કરાવ કર્યાં છે. સરકાર સ્પષ્ટ કરવા ઇચ્છે છે કે, કાઈ પણ પ્રાથમિક શાળામાં હિંદુસ્તાની દાખલ કરવામાં આવનાર નથી, અને એવી નિશાળામાં તો ફક્ત માતૃભાષા જ શીખવવામાં આવશે. હિંદુસ્તાની ક્રૂક્ત હાઈસ્કૂલમાં ત્યાં પણ પહેલા, બીજા અને ત્રીજા ધારણુમાં જ, એટલે કે શાળાના જીવનના છઠ્ઠા, સાતમા ને આમા વરસમાં જ — દાખલ કરવાની છે. તેથી તે હાઈસ્કૂલમાં કાઈ પણ રીતે માતૃભાષાના શિક્ષણમાં અંતરાયરૂપાહે થઈ પડે. માતૃભાષાનો અભ્યાસ તે પહેલાંની જેમ જ કરાવવામાં આવશે, અને એક વર્ગમાંથી ખીજા વમાં ચડાવવાનું હિંદુસ્તાનીની અણુઆવડતને લીધે અટકી પડશે નહિ; પણુ તેના આધાર, પહેલાંની પેઠે, સામાન્ય આવડત ઉપર અને માતૃભાષા સહિત અન્ય વિષયામાં મેળવેલા દોકડા ઉપર રહેશે. હિંદુસ્તાની ક્રુજિયાત એ જ અર્થમાં રહેશે કે, તેના વર્ગોમાં હાજરી આપવાનું કરજિયાત રહેશે, અને વિદ્યાર્થીએ તામિલ, તેલુગુ, મલયાલમ કે કન્નડની અવેજીમાં હિંદુસ્તાની નહીં લઈ શકે, પણ એમાંની એક ભાષા ઉપરાંત તેમને હિંદુસ્તાની શીખવાની રહેશે.