પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૦૫

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
અંજલિ ગીતો
૯૫
 



આજે જેનાં સ્મરણાં જગવે ઝરણાં કંઇ અંદર ને દૂર,
અણભૂલાતી જેની મોટપ પ્રગટે ભાવથકી ભરપૂર :
જ્યારે કાવ્યે કવિતા છોડી
શબ્દઝમકમાંહીં જ રતિ જોડી,
નવનવ ભાવભરી રસવાણીથી તવ જેણે દીધાં નૂર,
ને વાળ્યાં તે અવળાં નીર :
રસનંદન નર્મદવીર  !
અમ વંદન નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !


જ્યારે પ્રેમવિહોણાં હૃદયે માણ્યો સૂનો ભર સંસાર,
જ્યારે દશા ગુલામી વેઠી ભૂલ્યાં શૌર્યતણા ઉદ્‍ગાર,
ત્યારે અંતરમાં ઉભરાતા
સાચા વીર્યથકી છલકાતા
કોણે પ્રેમશૌર્યના મોંઘા મંત્રો દીધા જગઝલકાર ?
એવો આવ્યો કોણ ફકીર ? -
રસિયો એ નર્મદવીર !
બળિયો એ નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !