પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૬૪

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દેશદશાનાં ગીતો
૧૫૭
 




હરીપુરા મહાસભાએ*[૧]


• પદ† [૨]


આવો રે આવો રે મોંઘાં ભારત ભાંડુડા સર્વે,
આવો રે ગુણવંતી ગુજરાતે હો જી !
કોડભર્યા ક્રોડ હૈયાં ઝંખે તમ સેવા કાજે,
આજે હૂંફ લઈશું દિલની વાતે હો જી. ૧

હરિધામ જેવી હરીપુરાની આ ઝૂંપડીએ
ભારતમાતાનું રુદિયા ધબકે હો જી :
જુગજુગના દબાયા ભાવો સિંધુશા ઊછાળા નાખે,
આંખે લાખ વીજળીઓ ઝબકે હો જી ! ૨

ગીતાના કહાનાની ભૂમિ, દયાનંદ સ્વામીની ધરણી,
દાદાની ગાંધીની ગરવી જનની હો જી :
ધન ધામ ધારા જેના પુત્રોએ વીરત્વે ત્યાગી
રાખી છે લાખેણી લાજ વતનની હો જી. ૩


  1. * ઈ.સ. ૧૯૩૮
  2. †ભૂલ્યો રે ભૂલ્યો રાજા સત રે ગોપીચંદ, પિયા ! પરદેશે ન જાના હો જી.” – એ ભજનની રાહ.