આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રોત્સાહનનાં ગીતો
૧૭૧
સ્વાધીનતા[૧] *
• રણગીત છંદ •
સ્વાધીનતાની હો દેવી !
હો માનવની મહદાશ !
છે ધન્ય બન્યો જેણે દીઠો
તુજ ભવ્ય ઉદાર પ્રકાશ !
બંધન પડતાં નંદન ખોતો,
ને ખોતો આત્મ ખમીર ;
પણ તુજ સ્પર્શ
દે ઉત્કર્ષ,
તનથી તૂટે જ્યાં જંજીર ;
છૂટે જ્યાં અંધાર પરાશ્રયનો,
ને તૂટે સૌ જંજીર ! ૧
- ↑ તા. ૧૮-૯-૩૦.