પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૮૩

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૦
રાષ્ટ્રિકા
 




સ્વપ્ન


• રાગ-ભૈરવી-તાલ લાવણી •


તારું સ્વપ્ન ન કો દે ભૂંસી રે, હો રણરઢિયાળા !
ભલે તેગ રુધિર લે ચૂસી રે, હો રણરઢિયાળા !


આભથકી તુજ કાજ ઊતરતા
જુગજુગના સંદેશ ;
ઘોર વહે અંધાર ભલે, પણ
પડે ન ઝાંખા લેશ :


જોની ઝગમગતા એ તારા રે, હો રણરઢિયાળા !
એના પંથ સદા અંધારા રે, હો રણરઢિયાળા !-- તારું. ૧


દિનભર શોરબકોર મચાવે,
જગત બને પ્રતિકૂળ ;
નહિ તુજ અંતરાઆંખ બિડાવે,
આભ ભરી દે ધૂળ :


તારી જ્યોતિ ન કો હોલાવે રે, હો રણરઢિયાળા !
ભલે વાવાદળ ડોલાવે રે, હો રણરઢિયાળા !-- તારું. ૨