પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૦૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંગ્રામનાં ગીતો
૨૦૭
 




દેવાસુર સંગ્રામ


• ભૈરવી[૧]


દેવાસુર સંગ્રામ, આ તો દેવાસુર સંગ્રામ !
દેશ કાળ સૌ તૂટી પડ્યા ત્યાં ક્યાં સમરાંગણ નામ ?
આ તો દેવાસુર સંગ્રામ ! -

સમરાંગણ ક્યાં જઈએ શોધી ? છે સમરાંગણ ઉર :
કુરુક્ષેત્ર કે થરમાપિલિથી અધિક વધે શાં શૂર !
રણે એ ખેલે આતમરામ :
આ તો દેવાસુર સંગ્રામ ! ૧

એ જ દાંડી ને એ જ ઊંટડી, ધરાસણા પણ એ જ :
એ જ વડાળા, લાઠીચોક, હા એ જ પરમ ઉરતેજ !
મરણિયાનાં સૌ અમ્મર ધામ !
આ તો દેવાસુર સંગ્રામ ! ૨


  1. તા. ૫-૯-૩૦.