પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૨૧૨

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંગ્રામનાં ગીતો
૨૧૧
 




વંટોળિયો ને વેરાગણ


• રાગ માઢ[૧]


ફું ફું વાતા વાયરા ને આભે ઊડતી ધૂળ :
આવ રે વંટોળિયા ! તારે પગલે પગલે શૂળ !
ફૂં ફૂં વાતા વાયરા.—

એવડી ધૂળ ક્યાં ફૂંકશો ? મારી મોટી દેશળ ભોમ;—
વાહ રે વેરાગણ વહાલુડી ! તારું ભરી દ‌ઉં આખું વ્યોમ !
ફૂં ફૂં વાતા વાયરા.—

ગાજરવરણી રાતુડી આંખે છુપલાં વરસે ઝેર ;
જ્વાળા ફૂંકી વરસાવજો ભલે ચોગમ કાળો કહેર !
ફૂં ફૂં વાતા વાયરા.—

આજ સમરની વાતડી, મારે છૂંદવાં લાખો શીર ;--
કાળા વેરાનમાં રાજ પછી શું કરશે ધૂળિયા ફકીર ?
ફૂં ફૂં વાતા વાયરા.—


  1. "રાસચંદ્રિકા"માંના "મઘમઘ કરતો મોગરો ને થાળી જેવડાં ફૂલ" એ રાસનું આ પ્રતિકાવ્ય છે.