પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૨૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હરિ ક્રીડામૃગ પ્રેમી કર્યા, ભૂલવ્યાં વચન શ્રુતિ નેમ.
કદી ત્રૂટે વજ્રની શૃંખલા, પણ પ્રણયપાશ ન તૂટે;
જ્યાં દયાપ્રીતમ કૃષ્ણને મન, બેહુનું બલ ખૂટે.

પદ ૬૯ મું

શિષ્ય વદ્યો શ્રીગુરુ મને કહીએજી, એવી ભક્તિતે ક્યમ લહીએજી;
તેનો છે કંઈ સરલ ઉપાયજી, દુર્લભ વસ્તુ પ્રાપ્તિ થાયજી.
શ્રી ગુરુ બોલ્યા વચન અભંગજી, ઉપાય એનો એક સત્સંગજી;
કૃષ્ણ કૃપાએ તે પણ લાધેજી, પછી પદ તેહના નિત્ય આરાધેજી.

ઢાળ

આરાધના શ્રદ્ધા સહિત દીનતા મનમાં લાવે;
જોઈ કૃપા ઉપજે ભક્તને તવ પ્રેમ ભક્તિ આવે.
તે વેશધારી ઘણા પણ, અનુભવી વિરલ જ હોય;
તે તાદ્રશી કહેવાય દર્શન, થતાં અધ દુઃખ ખોય