પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૫૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૮૭ મું

એક ચણો જ્યમ દ્વિદળ મળીનેજ, સ્વત:સિદ્ધજ બે રહ્યાં હળીનેજી;
સત્ય ચણ્યો જ્યમ ભાસે એકજી, દ્વિદલાંતરમાં વિરલ વિવેકજી.
ત્યમ અક્ષર વેષ્ટિ જુગ રૂપજી, અનુભવી જાણે વાત અનૂપજી;
એક રૂપથી રમણ ન થાયજી, બીજું સમ ઇચ્છયું વ્રજરાયજી.

ઢાળ

વ્રજરાય સમતા અવર નહિ, નિજ સરીખા નિજ એક;
સ્ત્રીરૂપ નિજ આત્મા હ્રદયમાં, લીલા નિત્ય વિવેક.
બહુ વિદ્યમાન હતો ઉપસ્કર, રસોદ્બોધક જેહ;
શ્રીસ્વામિની સહ પ્રકટ કીધો, બાહ્ય ઇચ્છા તેહ.
શ્રી રાધિકાથી રમણ અચલિત, કરે સુંદરશ્યામ;
એ રીતે વેદ વચન સાચું, કૃષ્ણ આત્મારામ.
ભાતી પટોલું રૂપ છાયા, સંગ પ્રગટ્યા બેહ;