પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૭૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હરિ શૂન્ય ભાગ્ય સફલ કીધાં, મટાડ્યાં પ્રારબ્ધ;
મન પ્રકૃતિ વશ કરાવી, સુઅલબ્ધ કીધાં લબ્ધ.
ઉત્તમ ન કરવો ગર્વ કો હૈયાટવું ન પતિત;
દીન ભાવ પ્રીતમ દયાપ્રભુ, ભજવતાં સર્વનું હિત.

પદ ૧૦૪ થું

શીખ સમુચ્ચય કહું સુણ સારજી, જેથી રીઝે નંદકુમારજી;
લાખ શીખની કહું એક શિક્ષાજી, કૃષ્ણે સેવવા વૈષ્ણવી દીક્ષાજી.
દૃઢ શરણાગતિ દૃઢ વિશ્વાસજી, હરિગુરુ વૈષણવ થાવું દાસજી,
ભગવદીય લહી કરવો સત્સંગજી, દોષ ન જોવા સાચો રંગજી.