આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૨)
પ્રાચીનકાવ્ય
જે થકી સહુ સંદેહ ટળે, સિદ્ધાંત સૂધું ભાસે;
પડે પ્રતીતિ પર્વતપ્રાયે, [નિશ્ચે] ભ્રમણ ભ્રાંતિ નાસે.[૧] ૪
હોય પ્રગટ ભક્તિ પ્રેમ, શ્રીગિરિધર વસે ઉરમાંય;
નિજ કરી કરૂણાદૃષ્ટિ ભાળે, સહજ ઝાલે બાંય.[૨]૫
એવું કથન હું કરું છું, શ્રીગુરૂ કૃષ્ણપ્રતાપ;
સ્થાપન સગુણ સાકારનું, હરિ વિશ્વ કરતા આપ.[૩]૬
નિત્ય ધર્મ સેવક સ્વામીનો,ઐક્યતા નહીં કો કાળ;
ઈયાદિ વર્ણન કરીશ સરળ, જેમ સમજે બાળ.[૪]૭
ગ્રહી શાસ્ત્રમત ઇતિહાસ અદ્ભુત, યુક્તિસહ દૃષ્ટાંત;
જે સુણ્યેથી જન દયાપ્રીતમ, કૃષ્ણ પદ રહે ચંત. [૫]૮
પદ ૧ લું.
- ↑ ૪ સૂધું—સીધું, પ્રતીતિ—વિશ્વાસ પર્વતપ્રાયે—પર્વત સરખી અચળ.
- ↑ ૫. નિજ કરી–પોતાનો કરીને કરૂણા દૃષ્ટિ(એ). સહજ ઈ૦–સહેજ બાંય ઝાલે–સહાય કરે
- ↑ ૬. સગુણ–દીનબંધુત્યાદિ ગુણ સહિત. સાકાર–આકાર સહિત અર્થાત્ ઈશ્વરના સગુણપણાનું તથા સાકારપણાનું સ્થાપન કરીશ. (જે) હરિ આપ–પોતે વિશ્વના કર્ત્તા છે.
- ↑ ૭. સેવક સ્વામીનો ઇ૦–સેવ્ય સેવક ધર્મ નિત્ય છે–અનાદિ અને અનંત છે. મતલબ કે એક સેવક અને બીજો સેવ્ય એ વિધિ અનાદિથી ચાલ્યોજ- આવે છે ઐક્યતા एकमेवाद्वितीयं ब्रह्मनेहनानास्तिकिंचन ઈત્યાદિ જીવ બ્રહ્મની એકતા પ્રતિપાદન કરી છે તે યથાર્થ નથી
- ↑ ૮ અદ્ભુત—યુક્તિ (અનુમાનાદેિ)નુ વિશેષણ ચત—મન્, દયાપ્રીતમ —દયારામના પ્રીતમ — પ્રિયતમ્ કૃષ્ણ.
- ↑ ૧. પ્રત્ય —પ્રત્યે. રહે—અટકે, મત્ય —મતિ. શર્ણાગત-(શરણુ+આગત) શરણે આવેલો. નિજનો —પોતાનો.
- ↑ ૨. અવલોક્યા–જોયા, વચળેલો ઇ૦—હું વચળેલો–ધર્મ માર્ગમાંથી ખશી ગયેલો છું માટે મારા ઉપર દોષ ન ધરશો – ન આરોપશો. પૂછી ઈ૦–મેં જે જે સાધેલુ છે તે તે કોઈને પૂછી પૂછીને સાધેલું છે. માટે મારા ઉપર ક્રોધ ન કરશો.