આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૦)
પ્રાચીન કાવ્ય


પછી દક્ષિણ મથુરા દ્વારિકા નિરખ્યા રાજગોપાલ;
શ્રીરામ પોઢ્યા નિરખિ નવગ્રહ પૂજિયા લઘુ કાલ. ૬ [૧]
શ્રી સેતુબંધજી રામેશ્વર પુજિયા અધદુઃખભંગ;
પછી ધનુષતીર્થે સ્નાન કીધાં, ઉભય સાગર સંગ.૭ [૨]
તુંગભદ્રા કૃતમાલા પયસ્વિની તામ્રપર્ણી નીર;
હોય સ્નાન પાને દયાપ્રીતમ કૃષ્ણભક્તિ ધીર. ૮ [૩]


    એની વાત જાણવા જેવી છે. ત્યાં દરરોજ મધ્યાન્હે સમળી જેવડા સફેદ તથા કાળા છાટાવાળા બે પક્ષી આવે છે. તેમનો સેવક એક બાવો તેમને ભોજન કરાવે છે. ઘડીકવાર ત્યાં રહીને તે ઉડી જાય ને પાછા બીજે દિવસે મુકરર કરેલે વખતે આવે છે, તેમનાં લોકો દર્શન કરે છે. લોકો કહે છે કે એ બે શાષિતઋષિ છે, તે કલ્કી અવતાર થશે ત્યારે મુક્ત થશે. કામકોષ્ટી–દક્ષિણમાં એક તીર્થ છે. કુંભકક્ષેત્ર–કુંભકોણ નામે ગામમાં આ ક્ષેત્ર છે. ત્યાં કુંભેશ્વર મહાદેવ અને બીજા અનેક મંદિર છે. કન્યાકુમારીથી તૃણાવલી થઈને ત્યાં જવાય છે. કાવેરી—શ્રીરંગપટ્ટણ શેહેર આગળ છે. શ્રીરંગસ્વામી નામે ત્યાં દેવ છે.

  1. ૬. દક્ષિણભથુરા–હાલ મધુરા શેહેર છે તે. દક્ષિણદ્વારકા–પંઢરપુર. ત્યાં
    રુકિમણી, સત્યભામા, લક્ષ્મીજી, જાંબવતી. વગેરેના મંદિર છે. બળદેવજી, ગરૂડજી, નારદજી, વગેરેની મુર્ત્તિઓ છે. રાજગોપાળ—રામેશ્વરની યાત્રામાં એ ધામ આવે છે. રામ પોઢ્યા તે સ્થળ–ત્રિવાંદ્રમ આગળ એક તીર્થ છે. નવ ગ્રહનું સ્થાન–હરબોલાની ખાડીથી આશરે બાર ગાઉપર આ સ્થાન છે. અહીં રામે સેતુ બાંધતી વખત નવ ગ્રહનાં સ્થાપન કર્યા છે, એમ કહેવાય છે. લઘુકાળ–
    થોડો સમય.
  2. ૭ સેતુબંધ રામેશ્વર—હિંદુસ્તાનની છેક દક્ષિણે પ્રસિદ્ધ છે. અધ–પાપ.
    ધનુષ્યતીર્થ–રામેશ્વરથી અ!ઠ ગાઉપર સમુદ્રકાંઠે આ તીર્થ છે, ત્યાથી રામનો સેતુ જણાય છે.
  3. ૮ તુંગભદ્રા, કૃતમાળા, પયસ્વિની, તામ્રપર્ણી એ દક્ષિણમાં નદીઓ છે.