આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૨)
પ્રાચીનકાવ્ય


શ્રી શૈલશિખરે મલ્લિકાર્જુન રૂષભશૈવ મહેન્દ્ર;
શ્રીરામહૃદ અર્ધનારીશ્વર, પછી નિર્ખ્યા શ્રી કૃષ્ણચંદ્ર. ૪[૧]
પછી પુંઢરપુર શ્રીવિઠ્ઠલેશ્વર ચંદ્રભાગા તીર;
નદી ભીમરથી શ્રીભીમાશંકર કૃષ્ણ નિર્મળ નીર. ૫[૨]
શ્રી મહાલક્ષ્મી કોલાપુર, પછી સપ્તશૃંગી દેવી;
શ્રીગૌતમીગંગા પુનિત પય, દેવ મુનિજન સેવી. ૬[૩]
શ્રી ત્ર્યંબકેશ્વર નીલગિરિ કનખવતીર્ય શુભનામ;
નાહી નિર્ખિયું સ્થળ પંચવટી લક્ષ્મણસહ સીતારામ. ૭[૪]


    છે એ અન્વય સ્વામીસતિ–કિષ્કિંધા તરફ પહાડ ઉપર ધામ છે તથા ત્યાં અગસ્તિ કુંડ છે કાર્ત્તિકસ્વામીના દર્શન સ્ત્રીઓથી થતા નથી. જે સ્ત્રી તેના દર્શન કરે તે સાત જન્મ સુધી વિધવા થાય એમ કહેવાય છે. ગાકર્ણેશ્વર— દક્ષિણમા ગોકર્ણતીર્થ છે ત્યાં એક મહાદેવ છે. પંપાસર–કિષ્કિંધાથી ૦ાા ગાઉપર સરોવર છે.

  1. ૪. શૈલશિખરે–પર્વતના શિખર ઉપર મલ્લિકાર્જુન, ઋષભગૈલ, મહિન્દ્ર
    ગૈલ, એ તીર્થરૂપ પર્વતના શિખરો છે. અર્ધનારીશ્વર-દક્ષિણમા મહાદેવ છે
  2. ૫. પંઢરપુર–દક્ષિણમા એ ગામ છે. કુરૂવાડી સ્ટેશનથી ૧૨ ગાઉ વિઠ્ઠ-
    લેશ્વર–પંઢરપુરના દેવ ચંદ્રભાગા–દક્ષિણમાં એક નદી છે. એને કાંઠે પંઢરપુર છે. ભીમરથી–ભીમાનદી ભીમાશંકર – ભીમા ઉપરના એક મહાદેવ કૃષ્ણા–દક્ષિણમાની એક પ્રસિદ્ધ નદી.
  3. ૬. શ્રીમહાલક્ષ્મી–કોલાપુરમાં એક દેવી છે. સપ્તશૃંગીદેવી–સપ્તશૃંગ
    (સહ્યાદ્રિનું એક શિખર) પર્વત પર દેવી છે. પ્રસિદ્ધ વૈદ્ય જીવનનો લોભિ _____ એદેવિનો ઉપાસક હતો. ગૌતમગંગા–નાશક આગળ એક નદી છે પુનિત–પવિત્ર. પય—જળ.
  4. ૭. ત્રંબકેશ્વર–નાશકથી બાર ગાઉ ત્ર્યંબક નામે ગામમાં મહાદેવ છે.
    નીલગિરિ–લીલપર્વત ત્ર્યંબક નગર આગળ નીલ પર્વત છે. ત્ર્યંબકમાં પાંચ તીર્થ છે. ગોદાવરીનું મુખ (ગંગાદ્વાર), કુશાવર્ત કુંડ, બીલ્વક સરોવર, નીલ પર્વત, કનખલ કુંડ गंगाद्वारे कुशावर्ते बिल्वके नीलपर्वते। स्नात्वा कनखले तीर्थे पुनर्जन्म न विद्यते।।
    એમ લોકો બાર વાર બોલે છે. કનખલ તીર્થ – ત્ર્યંબક-નગરમાં આ નામનો કુંડ છે પંચવટી - ગોદાવરી નદીને ઉત્તર કાંઠે આ સ્થળ છે.