આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નથી ભિન્ન તો ક્યમ જનક બોલ્યો, બ્રહ્મસ્વરૂપ ?
વળી બ્રહ્મ ભળિયાં નિકળ્યા, વ્રજવાસી ક્યમ અનુપ?
કદી બ્રહ્મ ભળ્યા તોયે સુખ કશું, જળસ્વાદ શો જળરૂપ,
જ્યમ કમળ ગંધ ન કમળને, ભોક્તા સુગંધ મધુપ.
છતે સ્વામીએ વિધવાપણું, સહુ માને માયાવાદી,
જન દયાપ્રીતમ કૃષ્ણાનંદના રસિકજન છે સ્વાદી.

પદ ૪૬ મું

સર્વોપરિ છે ભજનાનંદજી, પણ અનુભવ નહિ જે રતિમંદજી;
તે સુખ લુંટ્યું સહુ વ્રજભક્તેજી, હરિ વશ કીધા જાણ્યું જક્તેજી.
શુક મુનિ વ્યાસે પ્રશંશા કીધીજી, પદરજ માગી ઉદ્ધવ લીધીજી,
શેષરમાશિવધિ નિજ નિંદેજી, ફરી ફરી ગોપીજન પદ વંદેજી.

ઢાળ

વંદે સર્વ શ્રીકૃષ્ણને, તે કૃષ્ણ પણ આધીન;
ત્યહાં મોટ્યની અવધિ થઈ, ગજ પદે સહુ પદ લીન.