આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ ચાર ભેદે ધર્મમાં થી કા૬ પણ પ્રભુ નવ કર્યું
મારું ભ્રમણ ભવ સાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું.

હું ક્રોધ અગ્નિ થી બળ્યો વળી લોભ સર્પ ડસ્યો મને
ગળ્યો માન રૂપી અજગરે સહું કેમ કરી ધ્યાવું તને
મન મારું માયા જાળ માં મોહન મહા મુંઝાય છે.
ચડી ચાર ચોરો હાથમાં ચેતન ઘણો ચગદાય છે.

મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહીં
તેથી કરી સંસારમાં સુખ અલ્પપણ પામ્યો નહી
જન્મો અમારા જીન જી ભવ પૂર્ણ કરવાને થયાં
આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયાં.

અમૃત ઝરે તુજ મુખ રૂપ ચંદ્રથી તો પણ પ્રભુ
ભીંઝાય નહીં મુજ મન અરે રે શું કરું હું તો વિભુ
પથ્થર થકી પણ કઠણ મારું મન ખરે ક્યાંથી દ્રવે.
મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે.

ભમતા મહા ભવસાગરે પામ્યો પસાયે આપના
જે જ્ઞાન દર્શન ચરણ રૂપી રત્નત્રય દુષ્કર ઘણાં
તે પણ ગયાં પરમાદના વશથી પ્રભુ કહું છું ખરું
કોની કને કિરતાર આ પોકાર હું જઈને કરું.

ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા
ને ધર્મનો ઉપયોગ રંજન લોકને કરવા કર્યા
વિદ્યા ભણ્યો હું બવાદ માટે હું કેટલી કથની કહું
સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું.

મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને
ને નેત્રને નિંદીત કર્યાં પરનારીમાં લપટાઈને