આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું
હે નાથ મારું શું થશે ચાલાક થઈ ચૂક્યો ઘણું.૧૦

કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી
એ વિષયમાં બની અંધ હું વિડંબના પામ્યો ઘણી
તે પણ પ્રકાશ્યું આજ લાવી લાજ આપ તણી કને
જાણો સહુ તેથી કહું કર માફ મારા વાંકને.૧૧

નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને
કુશાસ્ત્રના વાક્યો વડે હણી આગમોની વાણીને
કિદેવની સંગત થકી કર્મો નકામા આચર્યાં
મતિભ્રમ થકી રત્નો ગુમાવી કાચ કટકા મેં ગ્રહ્યાં.૧૨

આવેલ દ્રષ્ટી માર્ગમાં મુકી મહાવીર આપને
મેં મૂઢધી એ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને
નેત્ર બાણો ને પયોધર નાભિને સુંદર કટી
શણગાર સુંદરીઓ તણા છટકેલ થઈ જોયાં અતિ.૧૩

મૃગનયની સમ નારી તણા મુખ ચંદ્ર નીરખવાવતી.
મુજ મન વિષે જે રંગ લાગ્યો અલ્પ પણ ગુઢો અતિ
તે શ્રુત રૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી
તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી.૧૪

સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી
ઉત્તમ વિલાસ કળા તણો દેદીપ્યમાન પ્રભા નથી
પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું
ચોપાટ ચાર ગતિ તણી સંસારમાં ખેલ્યાં કરું.૧૫

આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે
આશા જીવનની જાય વિષયાભિલાશા નવ મટે