આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તરું કેમ હું સંસાર આ અદ્યાત્મ તો છે નહીં જરી
તુટેલ તળીયા નો ઘડો જળથી ભરાયે કેમ કરી.૨૨

મેં પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતો હજી
તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથજી
ભૂત ભાવી અને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયો.
સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો.૨૩

અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું
હેદેવતાના પુજ્ય આ ચારિત્ર્ય મુજ પોતા તણું
જાણો સ્વરૂપત્રણ લોકનું તો માહરું શું માત્ર આ
જ્યાં ક્રોડનો હિસાબ નહીં ત્યાં પાઈ ની તો વાત ક્યાં.૨૪


તારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ
મારાથી નહીં અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ.
મુક્તિ મંગળ સ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષ્મી તણી.
આપો સમ્યક રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાય ઘણી.૨૫