આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

આપકો અવગુણ જાતે, માનો તુમ કહ્યો મેરો; તેરો તન હે આકુલ, મેં જાણ્યું મહા કામકું; દેખ એક આયો દૂત, પ્રૌઢ હે અયુત જુત; અસહ્ય અપાર માર, ગયો લંક ગામકું; સામળ કહે એહિ કરો, રામજુકે પાય પરો; ડરો આપ મોતસેં, જો રખા ચહો નામકું. ૮૮

કવિત-ડોઢીયું ફેર. ચડેગો શ્રી રામ, લુટેગો ગામ, ફેડે સબે ઠામ; કરે બહુ કામ, ફેડેગો નામ, મટે દામ સબ હરેગો; આયગો નિઃશંક, જાની તુજવંક, રાખેગો છંક; વાલ્યો હે અંક, લૂટેગો લંક, રંક તોકું કરેગો; દુંદુભિ બજાડે, ઘડ દુર્ગ તોડ પાડે, ખેડેગો અખાડે; સબકું રમાડે, મન કોડકું પહોંચાડે, આડે હાથે ફરેગો; કહેત કવિ સામળ બાની, મનમેં તો દયા આની, તો કુતો રંક જાની; હોયેગી તોયે હાની, રાની સીત ક્યું ન દિનિ, રાવણ તું મરેગો. ૮૯

કવિત. આયે હે દોનુ વીર, લછમનજી બડે ધીર; સાયરકે નીર તીર, નિરંતર ચડેગો; બોત હે એહિ સુજાન, તેજ કે કોટિક ભાન; ખોલ સુન દોનું કાન, નિશાન વાકો ઠગેગો; સેનકે ભયે સપેટે, લંક ગામકું લપેટે; તોરે ચાકરકું ચપેટે, ઝપટ દેય ભઠેગો; સામળ કવિ કહે ઓટ, બાંદરકી લગી ચોટ ઓલંગે લંકાકો કોટ, તેરો ઘાટ ઘડેગો. ૯૦ રાવણ-સુન મંદોદરી બોલ, નાંહિ કોય મેરે તોલ; વાકું તો મેં લેઉ મોલ, તુજે ભૂલ પરી હૈ; દેખ જો સજાઇ, તોકું તો કીને વાઇ; કુંભકર્ણ જેસે ભાઇ, ખાઇ સાગરસી ભરી હૈ; અગન્ય નિપાયે અંન, ઇંદ્રજિત અનોપમ તંન; સદા વૃષ્ટિ કરે ધન, જન સેવ કામ કરી હૈ;