આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

આપકી તો એહિ રીત, હોવેગી અમારી જિત; ભીતિ મન નાહિ ચિત્ત, જાની સીત હરી હૈ; દશ તો હે મેરે શીશ, ભુજ તો હે બીસ; સહાય કરનેકુ ઇશ, રીશ ક્રોધ અતિ ભરહૈ; બિરંચી તો ગુન ગાય, નવ ગ્રહ બાંધે પાય; વજ્ર કી તો મેરી કાય, સૂર મન ડર હૈ; કોહુ ન જાને મરમ, ચોકી કરતે ધરમ; બિષ્ણુ તો માને શરમ, કરમ પાયે પરે હૈ; કનક કે ઘર સુત, સવા લક્ષ મેરે પૂત; દુત જેસે રામ જૂથ, મોકુ કહાં કરે હૈ. ૯૨ મંદોદરી-કહે કંથ એ સુજાન, ભયો કીયું તું અજાણ; પૂછ દેખ આપ પ્રાન, પાણ પાણિ તર્યો હૈ? દેવનકો ઠારન એ, દૈત્યનકો મારન એ; કારણ પ્રહ્‌લાદ કેરે, હિરણ્યકું માર્યો હૈ; વાકી કોન બુઝે બાત, તીચે આયે દોઉં હાથ; આયો તો એક લંગૂર, રામજી કો દેખો નૂર; સામળ કહે સદા શૂર, લંક જીને જાર્યો હૈ; ૯૩ ચોખરો. મં-ધીર મહા વીર બે, નીર અરણવ તણાં, વીર દળ ઉતર્યા દેઈ ડંકા; કહે સતી સુણ પતિ, દુર્મતિ માહેરા, ભોમ્ય ભારે ઘણી ભયે ભંકા; સીત સંતાપ મહા, પાપની છાપ છે, ત્રણ તારે શિરે વેદ વંકા; ઈસ અવળા હવે, શિશ તારે થકી, લક્ષ્મણે લુંટી લક્ષ જાણે લંકા. ૯૪ રા-વેઠ ઉઠી વનિતા તણી વાતમાં, પાનિએ બુદ્ધ એ જોર તારું; શું કરું પ્રિય છે, તું ઘણે પ્રેમદા, અન્ય કો હોય તો ઠાર મારું; રીંછડાં વાંદડાં માંકડા મેલિયાં, જુદ્ધ જિત્યાતણું સૌન્યે સારું; સુરજ ને ચંદ્રમા, દેવ સેવે સદા, છેક છોકર થકિ હું ન હારું. ૯૫ મં-ખીજ કે રીજ પણ, કહુ તુંને કંથડા, આપ એ વાત મન માન માટે; વૈમાનની સેજમાં, તેજ ત્રિલોકનું, હુંશશું હીંચિએ ખાંત ખાટે; માળિયાં જાળિયાં, ગોખ અટારિયાં, દ્રવ્ય જાશે સર્વ બાર વાટે; સાઠ સહસ્ત્ર, શૃંગાર શ્યામતણા, ઉતરે એક હરિ સીત સાટે. ૯૬