પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૭૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



સંસારમાં રહેવું એમને કદાપિ પસંદ નહોતું. આ પ્રમાણે બધા રાજાઓએ દિલ્હીના બાદશાહની આગળ પરાજય મેળવ્યો.

મહારાણા પ્રતાપસિંહે એવા પ્રકારની લડાઈ છોડી દીધી. તેનું પરિણામ એ આવ્યું, કે અકબર જેવો બાદશાહ પણ એમને વશ ન કરી શક્યો. અસ્તુ !

ચિતોડવાસીઓ સ્વદેશના રક્ષણ સારૂ આ વખતે પણ જીવસટ્ટે યુદ્ધ કરવા લાગ્યા; પરંતુ ભારતના બાદશાહની પ્રબળ શક્તિ આગળ નાનકડું મેવાડ કેટલા દિવસ ટકી શકે ? ઘણા દિવસ સુધી ટકી શકાશે નહિ એમ સમજવા છતાં દેહમાં પ્રાણ હોચ ત્યાંસુધી બીજા કોઈની તાબેદારી સ્વીકારવાને બદલે રજપૂત વીરો દેશનું ગૌરવ સાચવવા સારૂ દેહવિસર્જન કરવા તૈયાર થયા.

એક દિવસ રાણા લક્ષ્મણસિંહ ઘાડી રાત્રે એકલા પડ્યા પડ્યા ચિતોડ ઉપર આવી પડેલી આ વિપત્તિનો વિચાર કરતા હતા; એટલામાં ગંભીર સ્વરે “મેં ભૂખી હું” એ શબ્દ રાણાના સાંભળવામાં આવ્યા. ચમકી જઈને રાણાએ જોયું તો ચિતોડની અધિષ્ઠાત્રી ચતુર્ભુજા દેવી ભયંકર મૂર્તિ ધારણ કરીને સન્મુખ ઉભી છે. રાણાએ દેવીને પ્રણામ કરીને કહ્યું: “મા ! ઘણા વર્ષોથી હજારો રજપૂતો રણક્ષેત્રમાં પ્રાણ અર્પણ કરી રહ્યા છે, એમના એટલા બધા લોહીથી પણ તમારું પેટ નથી ભરાયું ?”

દેવીએ કહ્યું: “ના, હું હજુ ધરાઈ નથી. મારે રાજરક્ત જોઈએ છે. તારા બાર પુત્રો એકેએક રાજ્ય ઉપર અભિષિક્ત થઈને રણભૂમિમાં પ્રાણ આપશે, ત્યારે તેમના તાજા લોહીથી મારી તૃપ્તિ થશે. નહિ તો હું કોઈ દિવસ ધરાવાની નથી અને ચિતોડનું રક્ષણ પણ થવાનું નથી.”

દેવી અંતર્ધાન થઈ ગઈ. બીજે દિવસે રાણા લક્ષ્મણસિંહે રાજપુત્ર, મંત્રી અને સરદારોને બોલાવી આ અદ્ભુત ઘટના કહી સંભળાવી; પરંતુ બધાએ એજ કહ્યું કે, “ફરીથી એક વાર દેવી અમારી સમક્ષ એ પ્રમાણે કહે, તો અમે એવું કરવા દેવા તૈયાર છીએ.” એ રાતે દેવીનો આદેશ સાંભળવા માટે બધા ભક્તિપૂર્ણ ચિત્તે લક્ષ્મણસિંહના મહેલમાં સૂઈ રહ્યા.

યથાસમયે દેવીએ ફરીથી આવિર્ભૂત થઈને બધાને પોતાનો આદેશ સંભળાવ્યો, દેશરક્ષાને સારૂ દેશની અધિષ્ઠાતા ચતુર્ભુજા