પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૭૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


સૌની આગળ હતી. તેણે પહેલવહેલું એ ચિતામાં ઝંપલાવ્યું અને તેની સાથે સેંકડો રજપૂત સુંદરીઓએ હસતે મોંએ પ્રચંડ અગ્નિદેવને પોતાના રૂપમય દેહ સમર્પણ કર્યા.

ચિતાના ધુમાડાથી ચિતોડ આચ્છાદિત થઈ ગયું. એ ધુમાડાને ભેદીને લક્ષ્મણસિંહ અને ભીમસિંહ, બચેલા રજપૂત વીરોને લઈ પ્રબલ વેગથી મુસલમાન સેના ઉપર તૂટી પડ્યા. પઠાણ સૈન્યનો નાશ કરતાં કરતાં, તેમના લોહીથી પવિત્ર રણભૂમિમાં છંટકાવ કરતા કરતા, રજપૂત વીરો એકેએક યુદ્ધમાં કામ આવી ગયા.

યુદ્ધમાં અલાઉદ્દીનનો વિજય થયો અને યુદ્ધ સમાપ્ત થયા પછી, વીર રજપૂતોના લોહીથી ખરડાયેલા ચિતોડમાં, વીરાંગનાઓની ચિતાના ધુમાડાથી આચ્છાદિત થયેલા, એક પણ મનુષ્ય વગરના ચિતોડમાં તેણે પ્રવેશ કર્યો.

જે ચિતામાં પદ્મિની હજારો રજપૂત વીરાંગનાઓ સાથે દેહ સમર્પણ કર્યો હતો, તે કુંડ હજુ પણ ચિતોડમાં જોવામાં આવે છે. કોઈ મનુષ્ય એમાં પ્રવેશ કરી શકતો નથી. કહે છે કે એક પ્રચંડ અજગર રાતદિવસ ત્યાં આગળ પહેરો ભરે છે.

१४५–गोरानी पत्नी

દ્મિનીના ચરિત્રમાં ગોરા અને બાદલનો પરિચય અમે આપી ગયા છીએ. પદ્મિનીના શિયળના રક્ષણ તથા મહારાણા ભીમસિંહના છુટકારા સારૂ મુસલમાનો સાથે પરાક્રમપૂર્વક યુદ્ધ કરતાં કરતાં ગોરાનો પ્રાણ ગયો હતો. તેના બાર વર્ષની વયના ભત્રીજા બાદલે પણ એ યુદ્ધમાં અસાધારણ વીરતા દાખવી હતી અને અનેક શત્રુઓનો સંહાર કરીને એ વિજયી વીર લોહીલુહાણ શરીરે કાકીની પાસે ગયો હતો. વીર ગોરાની પત્ની પણ એક વીરાંગના રજપૂતાણી હતી. બાદલ એકલો ખિન્ન હૃદયે પાછો ફરતો જોઈને એ સમજુ નારી કળી ગઈ, કે પ્રાણનાથે સંગ્રામભૂમિમાં પ્રાણ ત્યજી દીધા છે. બાલવીર બાદલને ચુપચાપ ઊભેલો જોઈને એ બોલી: “બાદલ ! હું શોકસમાચાર તો જાણી ચૂકી છું, હવે તો કેવળ એટલું જ જાણવાની ઈચ્છા છે કે પ્રાણેશ્વરે યુદ્ધમાં