પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૮૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१३०–अव्वइ

ક્ષિણ ભારતમાં જે સૌથી લોકપ્રિય કવિઓ અને કવયિત્રીઓ થઈ ગયાં છે, તેમાં એ અગ્રગણ્ય હતી. એને માટે દક્ષિણ હિંદુસ્તાનના લોકોને એટલું બધું માન અને પૂજ્યભાવ છે કે, કેટલાક સ્થળે મંગળવારને દિવસે તેની પૂજા થાય છે. એનાં કાવ્યો લોકોને મુખેથી વારંવાર વાતચીતમાં સાંભળવામાં આવે છે અને એનાં વચનનો ઉલ્લેખ કરવામાં આવે છે. એનાં કેટલાંક કાવ્યો તો કહેવતરૂપ થઈ ગયાં છે.

કહેવાય છે કે એના પિતાનું નામ ભગવાન અને માતાનું નામ આદિ હતું. બન્ને તીર્થયાત્રામાં જીવન ગાળતાં અને જ્યાં આગળ સંતાનનો જન્મ થાય ત્યાં જ એને છોડીને આગળ જતાં. આ પ્રમાણે વરિયુર ગામની ધર્મશાળામાં અવ્વઈનો જન્મ થયો. એ ગામ હાલના ત્રિચિનાપલ્લીની પાસે હતું અને એ વખતના રાજાનું પાટનગર હતું. ગામવાસીઓએ બાલકીને ઉછેરીને મોટી કરી. ભિક્ષુકની કન્યાને કેળવણી તો આપેજ કોણ ? પણ પૂર્વજન્મના સંસ્કારથી એને સંગીત અને કાવ્ય પ્રત્યે અભિરુચિ ઉત્પન્ન થઈ અને એ વિદ્યાઓમાં એણે સારી પ્રવીણતા મેળવી.

એણે પણ પોતાનું આખું જીવન ભિક્ષા માગવામાં અને પોતાની કવિતા તથા સંગીત દ્વારા જનસમાજને ઉપદેશ કરવામાં ગાળ્યું. લોકો એનો આદર કરતા અને બીજા કવિઓ મશ્કરીમાં કહેતા કે, “એ તો વાડકી રાબડીને સારૂ ગીત ગાય એવી છે.” આ વાત ખરી છે, લોકશિક્ષણ અને જનસેવાજ જેનો ઉદ્દેશ હોય તેને વધારે લોભલાલચની જરૂર શા માટે હોય ? ગરીબ અને ધનવાન સર્વના એ સમાગમમાં આવતી અને સંકટને સમયે બધાને મદદ કરતી.

અવ્વઈ લાંબુ આયુષ્ય ભોગવીને મરણ પામી હતી. ઈ૦સ૦ ના બારમા સૈકામાં એ થઈ ગઈ છે. એની કવિતા તામિલ ભાષામાં

૨૬૫